Reliance Jio યુઝર્સ માટે ખરાબ સમાચાર, વધી શકે છે મોબાઈલ પ્લાનના ભાવ

26 August, 2019 02:11 PM IST  |  મુંબઈ

Reliance Jio યુઝર્સ માટે ખરાબ સમાચાર, વધી શકે છે મોબાઈલ પ્લાનના ભાવ

રિલાયન્સ જીયોના સબસ્ક્રાઈબરનો બેઝ 3 વર્ષ કરતા પણ ઓછા સમયમાં 340 મિલિયન સબસ્ક્રાઈબર્સ સુધી પહોંચી ગયો છે. ભારતની સૌથી યંગ ટેલિકોમ કંપની હવે 500 મિલિયન સબસ્ક્રાઈબર્સના આંકડા સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે. RILના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ આ જાહેરાત કંપનીની 42મી AGMમાં કરી હતી. કંપનીનું ફોકસ હવે IoT, હોમ બ્રોડબેન્ડ સેવા અને SMEs માટે બ્રોડબેન્ડ પર છે. જો કે છેલ્લા કેટલાક સમયથી એ સમાચાર આવી રહ્યા છે કે કેટલાક કારણોસર કંપની પોતાની પ્રાઈસિંગ પર વિચાર કરી શકે છે. વિશ્લેષકોના કહેવા પ્રમાણે રિલાયન્સ જીયો આ કારણોથી ભારતમાં ટેરીફ વધારી શકે છે.

500 મિલિયન સબસ્ક્રાઈબરનું લક્ષ્ય ફંડિંગ માટે

એડલવાઈઝે એક રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો હતો કે RJIOના 400 મિલિયન સબસ્ક્રાઈબરનું લક્ષ્ય પાર કર્યા બાદ અમારું ફોસ 500 મિલિયન પર છે. આ ટાર્ગેટ પૂરો કરવા માટે RJIOના માર્કેટમાં ગ્રોથ માટે ફંડિંગ આ થીસિસનું સૌથી મોટું જોખમ છે.


રિલાયન્સ જીયોનું ટેરિફ વધારવાનું કારણ હોઈ શકે છે InvIT:

એડલવાઈઝના રિપોર્ટ પ્રમાણે InvIT માટે વધુ ચૂકવણીને પગલે ટેરિફમાં પણ વધારો થઈ શકે છે. રિલાયન્સ જિયોએ પોતાની ફાઈબર અને ટાવર એસેસ્ટ્સને જુદા જુદા એકમમાં વહેંચ્યા છે. RILએ માર્ચ 2019માં સ્પેશિયલ પર્પઝ વ્હિકલના પક્ષમાં જિયો ટાવર અને ફાઈબર બિઝનેસને જુદા પાડ્યા છે. SPVમાં મોટા ભાગનો સ્ટેક SEBI રજિસ્ટર્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ InvITમાં ટ્રાન્સફર કરવાનો રહેશે.

Jio GigaFiber લોન્ચ થયા બાદ માર્જિન્સ પોસ્ટ પર દબાણ

આ વર્ષની શરૂઆતમાં SBI capsના રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ હતો કે રિલાયન્સ જિયો ગિગાફાઈબરના લોન્ચ બાદ કંપની કિંમત વધારી શકે છે. રિપોર્ટ પ્રમાણે ફાઈબર યુઝેજ ચાર્જિસના ઓપરેન્ટલ એક્સપેન્ડેચરમાં દેખાયા બાદ જિયો પર મરગિંગ્સને લઈ દબાણ હશે. જેને કારણે કંપની મોબાઈલ ટેરિફ વધારી શકે છે.

વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલ ભેગા કરી રહ્યા છે પૈસા

રિલાયન્સ જિયોની હરીફ કંપનીઓ વોડાફોન અને એરટેલ બંનેએ રૂપિયા 35 હજાર કરોડ ભેગા કરી ચૂક્યા છે. વિશ્લેષકોના કહેવા પ્રમાણે આ કંપનીઓ જિયોને ટક્કર આપી શકે છે, જેના કારણે કંપનીએ પોતાની પ્રાઈસિંગ સ્ટ્રેટેજી પર ફરી વિચાર કરવો પડી શકે છે.

એરટેલ અને વોડાફોન બનાવી રહ્યા છે Fiber JV યોજના

રિલાયન્સ જિયોની હરીફ કંપનીઓ ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા ફાઈબર જોઈન્ટ વેન્ચર વિશે વિચારી રહ્યા છે.

રિલાયન્સ જિયો સબસ્ક્રાઈબર્સમાં ફીચર ફોન યુઝર પણ સામેલ

એડલવાઈઝના રિપોર્ટ પ્રમાણે એ વાત નોંધનીય છે કે RJIOના સબસ્ક્રાઈબરમાં ફીચર ફોન સબ્સ્ક્રીપ્શન પણ સામેલ હોય છે.

આ પણ વાંચોઃ ઓનલાઇન પ્લેટફોર્મના કારણે ભારતમાં કેબલ અને DTH ઓપરેટરોને ભારે નુકસાન

2019-2020 Q4માં વધી શકે છે ટેરિફઃ રિપોર્ટ

રિલાયન્સ જિયોના ટેરિફમાં વધારાની ટાઈમલાઈન અંગે વાત કરીએ તો એડલવાઈઝના રિપોર્ટ પ્રમામે Jio નાણાકીય વર્ષ 2019-2020ના ચોથા ક્વાર્ટરમાં કિંમત વધારી શકે છે.

reliance airtel idea business news