Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ઓનલાઇન પ્લેટફોર્મના કારણે ભારતમાં કેબલ અને DTH ઓપરેટરોને ભારે નુકસાન

ઓનલાઇન પ્લેટફોર્મના કારણે ભારતમાં કેબલ અને DTH ઓપરેટરોને ભારે નુકસાન

25 August, 2019 07:40 PM IST | Mumbai

ઓનલાઇન પ્લેટફોર્મના કારણે ભારતમાં કેબલ અને DTH ઓપરેટરોને ભારે નુકસાન

ઓનલાઇન પ્લેટફોર્મના કારણે ભારતમાં કેબલ અને DTH ઓપરેટરોને ભારે નુકસાન


Mumbai : Netflix સહિત અન્ય ઓવર ધ ટોપ પ્લેટફ્રોર્મ’ (OTT) HotStar, Amazon Prime, MX Player જેવા પ્લેટફોર્મના યુઝરો ભારતમાં વધી રહ્યા છે. જેની ખરાબ અસર ભારતના કેબલ ટીવીના ધંધાને થઇ રહી છે અને આવનારા સમયમાં આ ધંધાને ખતમ કરી રહ્યા છે. KPMG એ જાહેર કરેલરિપોર્ટ પ્રમાણે, વર્ષ 2019ની ચોથા ત્રિમાસિક સુધી કેબલ અને સેટેલાઇટના એક્ટિવ સબસ્ક્રાઈબર્સની સંખ્યામાં 1.2થી 1.5 કરોડનો ઘટાડો આવશે.


KPMG એ ડિજિટલ પ્લેટફોર્મનો સર્વે જાહેર કર્યો
KPMGના રિપોર્ટ અનુસાર, વર્ષ 2018ના અંતમાં ડિજિટલ કેબલ સેગ્મેન્ટમાં 19.7 કરોડ યુઝર્સનો વધારો થયો છે પરંતુ, વર્ષના અંત સુધીમાં તેના એક્ટિવ સબસ્ક્રાઈબરના યુઝર બેઝમાં આશરે 1.2થી 1.5 કરોડ યુઝર્સ ઓછા થયા છે. સબ્સ્ક્રિપશન રિન્યૂ ન થવાથી ડિજિટલ કેબલના યુઝરબેઝમાં ઘટાડો આવ્યો છે.


આ પણ જુઓ : નકામી વસ્તુઓમાંથી બનાવાયા ક્રિએટિવ ડિઝાઇનર ડ્રેસ, જુઓ તસવીરો

યુઝર્સ OTT પ્લેટફોર્મ વધુ પસંદ કરે છે
નવા ટેરિફ ઓર્ડરને લીધે યુઝર મનોરંજનના અન્ય સોર્સ OTT પ્લેટફોર્મને વધારે પસંદ કરે છે. નિયમોમાં ફેરફાર આવવાથી યુઝર્સના કેબલ બિલમાં પણ વધારો આવ્યો છે. વર્ષ 2018ના છેલ્લા ત્રિમાસિકગાળામાં કેબલ અને DTHમાં 10-25% યુઝર્સ વધ્યા હતા, જ્યારે વર્ષ 2019ના પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં કોઈ જ વધારો જોવા મળ્યો નથી.નેટફ્લિક્સે પોતાના ઓરિજનલ કન્ટેન્ટમાં વાર્ષિક 600 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી છે. એમેઝોન પ્રાઈમે વર્ષ 2017માં 2,230 કરોડ રૂપિયાનું રોકાણ કરવા માટે યોજના બનાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

25 August, 2019 07:40 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK