રિલાયન્સે ભારતની અગ્રગણ્ય AI પ્લેટફોર્મ હેપ્ટિક સાથે કર્યો સોદો

05 April, 2019 11:37 AM IST  | 

રિલાયન્સે ભારતની અગ્રગણ્ય AI પ્લેટફોર્મ હેપ્ટિક સાથે કર્યો સોદો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તેની સહયોગી કંપની રિલાયન્સ જિયો ડિજિટલ સર્વિસિસ લિમિટેડે હેપ્ટિક ઇન્ફોટેક પ્રા. લિ. (હેપ્ટિક) સાથે વ્યૂહાત્મક કરાર કર્યો છે. આ સોદાની રકમ વૃદ્ધિ અને વિસ્તરણ સહિત કુલ ૭૦૦ કરોડ રૂપિયા છે.

હેપ્ટિકની ટીમ એન્ટરપ્રાઇઝ પ્લૅટફૉર્મ અને ડિજિટલ કન્ઝ્યુમર આસિસ્ટન્ટ સહિત વ્યવસાયની વૃદ્ધિને વેગ આપવાનું ચાલુ રાખશે. ફુલ્લી ડાયલ્યુટેડ આધાર પર રિલાયન્સ ૮૭ ટકા હિસ્સાની માલિકી ધરાવશે, જ્યારે બાકીનો હિસ્સો હેપ્ટિકના સ્થાપકો અને સ્ટૉક ઑપ્શન લેનારા કર્મચારીઓ પાસે રહેશે.

આ સોદો રિલાયન્સ જિયોને તેની ગ્રાહકો સાથેના વ્યવહારમાં હેપ્ટિકની વિવિધ ડિવાઇસ અને ટચ પૉઇન્ટ્સની ક્ષમતાનો ઉપયોગ કરવા સક્ષમ બનાવશે. ભારતમાં એક અબજ યુઝર્સની બજાર તકો રહેલી છે ત્યારે આ રોકાણ પ્લૅટફૉર્મની વૃદ્ધિ અને વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

આ પણ વાંચોઃ વર્લ્ડના તમામ સ્ટૉક ઇન્ડેક્સ મલ્ટિયર હાઈ સપાટીએ પહોંચતાં સોનામાં સુસ્તી

આ વ્યૂહાત્મક સોદા અંગે રિલાયન્સ જિયોના ડિરેક્ટર આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે ‘આ વ્યૂહાત્મક રોકાણ ભારતની ડિજિટલ ઇકૉસિસ્ટમને વધુ વેગ આપવાના અને ભારતના વપરાશકર્તાઓને બહુવિધ-ભાષાઓ સાથેની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી સજ્જ ડિવાઇસ પૂરી પાડવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. અમારું માનવું છે કે અવાજ આધારિત પ્રવૃત્તિઓ ડિજિટલ ભારતના સંવાદનું મુખ્ય માધ્યમ બની રહેશે.’

reliance news