રિલાયન્સ પશ્ચિમ બંગાળમાં કરશે રૂ.10,000 કરોડનું રોકાણ: મુકેશ અંબાણી

07 February, 2019 01:52 PM IST  |  નવી દિલ્હી

રિલાયન્સ પશ્ચિમ બંગાળમાં કરશે રૂ.10,000 કરોડનું રોકાણ: મુકેશ અંબાણી

ફાઇલ ફોટો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ગુરૂવારે જાહેરાત કરી છે કે તેઓ પશ્ચિમ બંગાળમાં રૂ.10,000 કરોડનું નવું રોકાણ કરશે. આ રોકાણ તેમણે અત્યાર સુઘીમાં રાજ્યમાં કરેલા રૂ.28,000 કરોડના રોકાણની ઉપરાંતનું હશે.

બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટના ઉદ્ઘાટન દરમિયાન મુકેશ અંબાણીએ કહ્યું, "આજે માત્ર પશ્ચિમ બંગાળમાં જ અમારું રોકાણ રૂ.28,000 કરોડનું છે અને અમે વધુ રૂ.10,000 કરોડનું રોકાણ કરવાનો પ્લાન કર્યો છે." આમાંનું મોટાભાગનું રોકાણ રિલાયન્સ જિયો દ્વારા કરવામાં આવશે. અંબાણીએ કહ્યું કે જિયો નેટવર્ક રાજ્યની 100 ટકા વસ્તીને કવર કરી લેશે.

mukesh ambani reliance