Relianc: કંપનીનો પ્રોફિટ 18 ટકા વઘી રેકૉર્ડ 11,262 કરોડ રૂપિયા રહ્યો

18 October, 2019 08:51 PM IST  |  મુંબઈ ડેસ્ક

Relianc: કંપનીનો પ્રોફિટ 18 ટકા વઘી રેકૉર્ડ 11,262 કરોડ રૂપિયા રહ્યો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શુક્રવારે નાણાંકીય વર્ષ 2019-20ના બીજા ક્વૉટરના પરિણામો જાહેર કર્યા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો નફો 2019-20 નાણાંકીય વર્ષના બીજા ક્વૉટરમાં 18 ટકાના વધારા સાથે રેકૉર્ડ 11,262 કરોડ રૂપિયા રહ્યો છે. જ્યારે જિયોનો નફો બીજા ક્વૉટરમાં 45.4 ટકા વધીને 990 કરોડ રૂપિયા રહ્યો. જે ગયા ક્વૉટરમાં 891 કરોડ રૂપિયા જ રહ્યું હતું. બીજા ક્વૉટરમાં રિલાયન્સ જિયોની આવક 5.8 ટકા વધીને 12,354 કરોડ રૂપિયા છે જે ગયા ક્વૉટરમાં 11 679 કરો રૂપિયા હતી. રિલાયન્સને સંચાલનથી 33.7 ટકા 12,354 કરોડનું રાજસ્વ મળ્યું છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું. નાણાંકીય વર્ષ 2020ના પહેલાં ક્વૉટરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આવક 5.4 ટકા ઘટીને 1.48 લાખ કરોડ રૂપિયા રહી.

ક્વૉટર દર ક્વૉટરની વાત કરીએ તો બીજા ક્વૉટરમાં જિયો EBITDA 4,686 કરોડ રૂપિયાથી વધીને 5166 કરોડ રૂપિયા રહ્યું. જ્યારે EBITDA માર્જિન 40.1 ટકા વધીને 41.8 ટકા રહ્યો છે.

ક્વૉટર દર ક્વૉટરની વાત કરીએ તો બીજા ક્વૉટરમાં કંપનીનો EBITDA 21,315 કરોડ રૂપિયાથી લઇને 22,152 કરોડ રૂપિયા રહ્યું છે, જ્યારે આ ક્વૉટરમાં કંપનીની EBITDA માર્જિન 13.6 ટકા વધીને 14.91 ટકા છે. જુલાઇ સપ્ટેમ્બર ક્વૉટરમાં કંપનીએ રિફાઇનિંગ કારભારથી થતી આવક 4.4 ટકા ઘટીને 97,229 કરોડ પર આવી ગઈ, આ નાણાંકીય વર્ષ 2020ના પહેલા ક્વૉટરમાં 1.01 લાખ રૂપિયા હતી.

આ પણ વાંચો : કાજલ વિસરિયા: માત્ર ગરબા જ નહીં સુગમ સંગીતના તાલે પણ જીતે છે લોકોના મન

રિટેલ અને ડિજિટ સેવા વ્યવસાયના ક્વૉટર રાજસ્વ પણ રેકૉર્ડા સ્તર પર રહ્યો. રિટેલ બિઝનેસ રાજસ્વ 27.0 ટકા વધીને 41,202 કરોડ રહ્યું.

business news