RBI જલ્દી જ બહાર પાડશે 200 અને 500 રૂપિયાની નવી નોટ,આ હશે તેની ખાસિયત

24 April, 2019 05:33 PM IST  |  નવી દિલ્હી

RBI જલ્દી જ બહાર પાડશે 200 અને 500 રૂપિયાની નવી નોટ,આ હશે તેની ખાસિયત

નવી 200 અને 500 રૂપિયાની નોટ આવશે.

RBIએ 200 અને 500 રૂપિયાની નવી નોટ બહાર પાડવાની જાહેરાત કરી છે. RBIએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. નવી નોટોને મહાત્મા ગાંધી સીરિઝ(નવી) અંતર્ગત જાહેર કરવામાં આવશે. 200 અને 500 રૂપિયાની નવી નોટોમાં વધુ બદલાવ નહીં થાય. જેના પર RBIના વર્તમાન ગવર્નર શક્તિકાંતા દાસની સાઈન હશે. હાલ આવી રહેલા 200 અને 500ની નોટ પર ઉર્જિત પટેલની સાઈન છે. બેંકએ એ પણ સ્પષ્ટતા કરી છે કે નવી નોટો ચલણમાં આવતા જૂની નોટો પણ ચલણમાં રહેશે જ.


પહેલા જેવી જ છે ડિઝાઈન
RBIએ સ્પષ્ટતા કરી કે કેંદ્રીય ગવર્નર શક્તિકાંતા દાસના હસ્તાક્ષર વાળી નવી નોટની ડિઝાઈનમાં કોઈ ફેરફાર નહીં થાય. તેના ફીચર્સમાં પણ કોઈ ખાસ ફેરફાર નથી કરવામાં આવ્યો.

હમણાં જ આવી હતી 100ની નવી નોટ
રિઝર્વ બેંકએ હાલમાં જ 100 રૂપિયાની નવી નોટ બહાર પાડી હતી. 100 રૂપિયાની નવી નોટ પર શક્તિકાંતા દાસની સાઈન છે. જો કે 100ની નવી નોટ આવતા જૂની નોટને સિસ્ટમમાંથી હટાવવામાં નથી આવી.

આ પણ વાંચોઃ રિઝર્વ બેન્ક સરકારને આપી શકે છે 3 લાખ કરોડ રૂપિયા, રિપોર્ટમાં ખુલાસો

ડિસેમ્બરમાં બન્યા હતા ગવર્નર
ડિસેમ્બર 2018માં ઉર્જિત પટેલે અચાનક રાજીનામું આપી દેતા સરકારે શક્તિકાંતા દાસને કાર્યભાર સોંપ્યો હતો.

reserve bank of india