આજે RBI રેપોરેટમાં ૫ચીસ પૉઇન્ટનો ઘટાડો કરે એવી સંભાવના

04 October, 2019 07:35 AM IST  |  મુંબઈ

આજે RBI રેપોરેટમાં ૫ચીસ પૉઇન્ટનો ઘટાડો કરે એવી સંભાવના

આરબીઆઈ

અર્થવ્યવસ્થાની સુસ્તી દૂર કરવા માટે મોદી સરકાર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ફેસ્ટિવલ સીઝન પણ શરૂ થઈ ગઈ છે એવામાં માર્કેટમાં ડિમાન્ડ વધારવા માટે આરબીઆઇ તાત્કાલિક કઈક ને કઈક પગલાં ભરી શકે છે. જાણકારોની ભલામણો અનુસાર પૉલિસી કમિટીની બેઠક બાદ ૪ ઑક્ટોબર એટલે કે આજે આરબીઆઇ દ્વારા કોઈ મોટી જાહેરાત કરી શકાશે. આ વખતે પણ આરબીઆઇ રેપોરેટમાં ૨૫ બેસિસ પૉઇન્ટના ઘટાડાની જાહેરાત સંભવ છે. તમને જણાવી દઈએ કે આરબીઆઇ ને મૉનિટરી પૉલિસી કમિટીની બેઠક ૪ ઑક્ટોબરે ખતમ થશે.

રેપોરેટમાં ઘટાડાથી બજારમાં ડિમાન્ડ પેદા થશે. લોન સસ્તી થઈ જશે. ખાસ કરીને હોમ, કાર અને કન્ઝ્યુમર લોન પર અસર જોવા મળશે. લોકો ફરીથી ખરીદી પર ફોકસ કરશે. જાણકારોનું કહેવું છે કે ડિમાન્ડ પેદા કરીને સરકાર ઇકૉનૉમીને બૂસ્ટ કરી શકે છે.

હાલમાં કારોબારી વર્ષમાં આરબીઆઇની એમપીસી ૪ બેઠકોમાં દર વર્ષે રેટકટ કરવાની જાહેરાત થઈ છે. આશા છે કે આ વખતે પણ રેપોરેટમાં ઘટાડો થઈ શકે છે. ગયા વખતે રેપોરેટમાં ૩૫ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

આ કારોબારી વર્ષમાં અત્યાર સુધીમાં રેપોરેટમાં ૧.૧૦ ટકા ઘટાડો થયો છે. હાલમાં રેપોરેટ ૫.૪૦ ટકા છે. જો આરબીઆર એમાં ઘટાડો કરશે તો આ ૨૫ બેસિસ પૉઇન્ટ ઘટીને ૫.૧૫ ટકા પર આવી જશે.

આ પણ વાંચો : Yes બૅન્કને મળ્યા રાહતના સમાચાર, લોકોએ કરી 2700 કરોડની કમાણી

માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે આરબીઆઇ માર્કેટમાં ડિમાન્ડ વધારવા માટે આ કારોબારી વર્ષમાં રેપોરેટ ઘટાડીને ૫ ટકા પર લઈ જશે. શક્ય છે કે આરબીઆઇ ડિસેમ્બર મહિનામાં થનારી એમપીસીની બેઠકમાં વધુ એક ઘટાડો કરે.

reserve bank of india business news