આરબીઆઇ વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો કરી શકેઃ અર્થશાસ્ત્રીઓ

30 September, 2019 01:02 PM IST  | 

આરબીઆઇ વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો કરી શકેઃ અર્થશાસ્ત્રીઓ

રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા

રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા દિવાળી પૂર્વે વધુ એક વખત વ્યાજદરમાં ઘટાડો કરીને લોનધારકોને રાહતના સમાચાર આપી શકે છે. મોટાભાગના નિષ્ણાતોના મતે આરબીઆઇ ૪ ઑક્ટોબરના સળંગ પાંચમી વખત મોનેટરી પૉલિસી કમિટીની બેઠકમાં ચાવીરૂપ વ્યાજદરમાં ઘટાડાની જાહેરાત કરી શકે છે. કેન્દ્ર સરકારે અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે તાજેતરમાં જ કૉર્પોરેટ ટૅક્સમાં ઘટાડા સહિતના મહત્ત્વના પગલાંની જાહેરાત કરી હતી. અર્થતંત્રને ધબકતું રાખવા અને તરલતાને ગતિમાન રાખવા આરબીઆઇ પણ રેપો રેટમાં ઘટાડો કરશે તેમ મોટાભાગના આર્થિક નિષ્ણાતોનું માનવું છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં આરબીઆઇએ ટૂંકા ગાળાના ધિરાણદર રેપો રેટમાં ચાર વખત (૧.૧૦ ટકા) ઘટાડો કર્યો છે.

આરબીઆઇની આગામી એમપીસી બેઠક અગાઉ બૅન્કો માટે ફરજિયાત લોનના દર રેપો રેટ સાથે જોડી તેમાં ઘટાડાનો ગ્રાહકોને ફરજિયાત લાભ આપવો પડશે. જેથી આરબીઆઇ ૪થી ઑક્ટોબરના વ્યાજદર ઘટાડે છે તો આગામી મહિનાથી નવી લોન લેનારા ગ્રાહકોને તેનો સીધો લાભ મળી શકશે.

સીબીઆરઇના સાઉથ ઈસ્ટ એશિયા, મધ્ય પૂર્વ અને આફ્રિકાના ચૅરમૅન અને સીઈઓ અંશુમન મેગેઝિને જણાવ્યું કે ભારતીય અર્થતંત્રમાં માળખાકીય ફેરફારો કરવા વિતેલા સપ્તાહમાં શ્રેણીબંધ પગલાં લીધાં છે. જો કે આનાથી પુરવઠા ક્ષેત્રે રાહત મળી શકે છે, પરંતુ માગ વધારવાના પડકારો રહેલા છે. જેને પગલે આરબીઆઇ ૦.૨૫ ટકાનો ઘટાડો કરી શકે છે.

reserve bank of india business news