પી. સી. જ્વેલર્સને ત્રણ મહિનામાં 376.80 કરોડ રૂપિયાનું નુક્સાન

31 May, 2019 04:55 PM IST  |  મુંબઈ

પી. સી. જ્વેલર્સને ત્રણ મહિનામાં 376.80 કરોડ રૂપિયાનું નુક્સાન

જ્વેલરીનો વેપાર કરનારી કંપની પી. સી. જ્વેલર્સને નિર્યાતમાં નુક્સાન થવાના કારણએ કંપનીએ છેલ્લા ત્રિમાસિક ગાળામાં મોટી ખોટ કરી છે. કંપનીએ નાણાકીય વર્ષ 2018-19ના માર્ચના ત્રિમાસિક ગાળામાં 376.80 કરોડ રૂપિયાનું નુક્સાન કર્યું છે. ગુરુવારે શૅર બજારને આપેલી માહિતીમાં કંપનીએ કહ્યું કે 2017-18ના નાણાકીય વર્ષના માર્ચના ત્રિમાસિક ગાળામાં 118.28 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો હતો.

ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાન પી. સી. જ્વેલર્સની કુલ આવક 2,114.64 કરોડ રૂપિયાથી વધીને 2,203.91 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ. કંપનીએ કહ્યું કે નિકાસમાં એક વખતે 513 કરોડ રૂપિયાના નુક્સાનને કારણએ કંપનીને આ ત્રિમાસિક ગાળામાં 376.80 કરોડનું નુક્સાન થયું છે. કંપનીએ માહિતી આપી કે ઘરેલુ વેપારમાં કંપની હજીય નફો કરી રહી છે.

આ પણ વાંચોઃ ટ્રેડવૉરમાં અમેરિકા-ચીને એકબીજાને ભીડવવા શસ્ત્રો સજાવતાં સોનું રેન્જબાઉન્ડ

ગત નાણાકીય વર્ષના આધારે કંપનીને 2018-19માં 2.81 કરોડ રૂપિયાનો ચોખ્ખું નુક્સાન થયું છે. 2017-18માં કંપનીને 567.40 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો. આ દરમિયાન કંપનીની કુલ આવક 9,588.54 કરોડ રૂપિયાથી ઘટીને 8,461.17 કરોડ રૂપિયા થઈ છે. જેમાં નિકાસનો ફાળો 17 ટકા રહ્યો છે.

business news national news