મોટી મંદીની નજીક ભારત: નૉબેલ પારિતોષિક વિજેતા અભિજીત બેનરજીની આગાહી

09 January, 2020 10:23 AM IST  |  New Delhi

મોટી મંદીની નજીક ભારત: નૉબેલ પારિતોષિક વિજેતા અભિજીત બેનરજીની આગાહી

અભિજીત બેનરજી

દેશની ડામાડોળ અર્થવ્યવસ્થા વચ્ચે નોબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનરજીએ ચેતવણી આપી છે કે, ભારત ખૂબ જ મોટી મંદીના નજીક છે. ૧૯૯૧માં આર્થિક સંકટથી વિકાસદરથી તુલના કરતા તેમણે એવી પણ સલાહ આપી છે કે, વિકાસ દર સારો કરવા માટે માગ (ડિમાન્ડ)ને વધારવા માટે આપણે જોર આપવું પડશે.

આ વાત તેમણે એક ખાનગી કાર્યક્રમ દરમિયાન કહી હતી. તેમણે જણાવ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થાની અસલ મુશ્કેલી માગ સાથે સંકળાયેલ છે. તમારે માગને ખાસ કરીને વધારવી પડશે.

અભિજીત બેનરજીએ કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થામાં અસલ મુશ્કેલી માગ સાથે સંકળાયેલી છે. તમારે માગને વધારવી પડશે.

તેમણે વધુમાં કહ્યું કે, મારા મેક્રોનોમિક દોસ્ત દ્વારા સેન્સર કરવામાં આવેલ જોખમને ધ્યાનમાં રાખતા હું અનુભવુ છું કે, આપણે બજેટ સંબંધી નુક્સાન અને લક્ષ્યોને પૂર્ણ કરવાની વાત ભૂલી જવી જોઇએ. અહિંયા સુધી કે, આપણે મોંઘવારી સાથે જોડાયેલ ટાર્ગેટ પણ ભૂલી જવા જોઇએ. અર્થવ્યવસ્થાને થોડી તેજી સાથે આગળ વધવા દેવી જોઇએ.

કોર્પોરેટ ટેક્સમાં કાપ સાથે જોડાયેલા કેન્દ્રના નિર્ણયને લઇ તેમણે ટિપ્પણી કરી,’મને લાગતું કે, હાલમાં આ નિર્ણય અર્થવ્યવસ્થાને બચાવી શકે છે. કોર્પોરેટ સેક્ટર પાસે કેશની કોઇ અછત નથી અને તેઓ તેને સારા કારણ માટે ઉપયોગ કરી રહ્યા નથી.

business news