આર્થિક સુધારાનો સિલસિલો સતત રહેશે ચાલું- નિર્મલા સીતારમણ

01 December, 2019 02:25 PM IST  |  Mumbai Desk

આર્થિક સુધારાનો સિલસિલો સતત રહેશે ચાલું- નિર્મલા સીતારમણ

કેન્દ્રીય નાણાં મત્રી નિર્મલા સીતારમણે ઇકોનૉમિક સુધારો ચાલું રહેવાની વાત કરી છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક સમય દરમિયાન ઇકોનૉમીમાં પાયાગત સુધારા માટે મોટા પ્રયત્નો કરવામાં આવ્યા છે. આર્થિક હિતોને ધ્યાનમાં રાખતાં સરકાર એવા પ્રયત્નો ચાલું રાખશે. મોદી સરકાર દ્વારા બીજા કાર્યકાળના છ મહિના પૂરા કરવાની તક પર નાણાં મંત્રીએ કહ્યું કે સરકારે પાયાગત સુધારાને ગતિ આપી છે. આ કડીમાં છેલ્લા કેટલાક મહિના દરમિયાન મોદી સરકારે કૉર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો છે. ઘરગથ્થુ કંપનીઓના મામલે કૉર્પોરેટ ટેક્સ 30 ટકાથી ઘટાડીને 22 ટકા કરી દેવામાં આવ્યા છે.

નવી કંપનીઓના મામલેતો આ 15 ટકા સુધી ઘટાડી દેવામાં આવ્યો છે. આની સાથે જ સરચાર્જ અને સેસમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. નાણાં મંત્રીનું કહેવું છે તે ઇન્સૉલ્વેન્સી એન્ડ બ્રેંકપ્સી કોડમાં સુધાર કરવામાં આવ્યો છે. આ દરમિયાન એનબીએફસી સેક્ટરને સંકટમાંથી બહાર કાઢવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા છે આ સિવાય બેન્કોમાં લિક્વિડિટી વધારવા માટે 70 હજાર કરોડ રૂપિયાનું ફન્ડ ઇજેક્ટ કરવામાં આવ્યું છે.

સરકારે હાઉસિંગ માર્કેટને ગતિ આપવા માટે સ્પેશિયલ વિંડોની વ્યવસ્થા કરી છે. આ માટે 25 હજાર કરોડ રૂપિયાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. આ ફન્ડ દ્વારા અટકેલા હાઉસિંગ પ્રૉડેક્ટની મદદ કરવામાં આવશે. આ સિવાય સાર્વજનિક ઉપક્રમોના વિનિવેશનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં પાંચ એવી કંપનીઓ માટે વિનિવેશની ઘોષણાં કરવામાં આવી હતી.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ભારતીય ઇકોનૉમી પર વૈશ્વિક સુસ્તીનું નકારાત્મક પ્રભાવ પડવાની વાત કહી છે. મોદી સરકાર દ્વારા છ મહિના પૂરા કરવાના અવસરે જાવડેકરે કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી આખા વિશ્વમાં સુસ્તી જોવામાં આવી રહી છે. કેટલીક હદે આપણી ઇકોનૉમી પણ પ્રભાવિત થઈ છે. પણ આપણી સરકારે આમાંથી બહાર આવવા માટે કેટલાક મોટા પગલાંઓ લીધા છે. જાવડેકરે કહ્યું કે મોદી સરકારે બેન્કોના વિલય જેવા મોટા સુધારાત્મક પગલાંઓ લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : સની લિયોનીનો ફ્લોરલ બિકિનીમાં સેક્સી લૂક સોશિયલ મીડિયા પર વાયરલ

આ સિવાય બેન્કોને 70,000 કરોડ રૂપિયાની મદદ આપવામાં આવી છે અને પીએસયૂના વિનિવેશનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ટેક્સ સુધારાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ઇકોનોમિક ગતિવિધોઓને ગતિ આપવા માટે કૉર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ કરવાથી વિદેશી કંપનીઓ ભારતમાં પોતાનું ઇન્વેસ્ટમેન્ટ વધારશે. આ દરમિયાન વડાપ્રધાનના વિદેશી પ્રવાસ અને ઘરગથ્થુ મોરચે મળેલી ઉપલબ્ધિઓ ગણાવી. જાવડેકરે કહ્યું કે વડાપ્રધાનના વિદેશી પ્રવાસથી વિશ્વમાં ભારતની સારી છબિ નિર્માણ કરવામાં મદદ મળી છે.

nirmala sitharaman business news