ઇલેક્ટ્રૉનિક પેમેન્ટ સિસ્ટમમાં ગ્રાહકોનો વિશ્વાસ વધારાશે

06 April, 2019 12:16 PM IST  | 

ઇલેક્ટ્રૉનિક પેમેન્ટ સિસ્ટમમાં ગ્રાહકોનો વિશ્વાસ વધારાશે

રિઝર્વ બૅન્ક

ઇલેક્ટ્રૉનિક પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરતા ગ્રાહકોનો વિશ્વાસ જાળવવા અને વધારવા રિઝર્વ બૅન્ક એક ખાસ પ્રકારનાં ગ્રાહક સુરક્ષા પગલાં લાવી રહી છે. આમ કરવાનો એક ઉદ્દેશ કૅશ વ્યવહારો ઘટાડવાનો પણ છે.

રિઝર્વ બૅન્ક તમામ ઇલેક્ટ્રૉનિક પેમેન્ટ સિસ્ટમ માટે કૉમન ટાઇમફ્રેમ લાવવાની દરખાસ્ત ધરાવે છે, જેનાથી ગ્રાહકોની ફરિયાદનો પ્રતિભાવ આપી શકાશે અને તેમાં નિષ્ફળ નાણાકીય વ્યવહાર સામે કૉમ્પે્સેશન આપવાની જોગવાઈ પણ હશે. રિઝર્વ બૅન્ક બધા જ ઇલેક્ટ્રૉનિક પેમેન્ટ વ્યવહારો માટે ઝડપી અને કાર્યક્ષમ સર્વિસ દાખલ કરવા માગે છે.

આ પણ વાંચો : આવકવેરા વિભાગે રિટર્ન્સ માટેનાં પગારદાર વર્ગ માટેના ITR-1માં કોઈ ફેરફાર નહીં

આ ટર્ન-એરાઉન્ડ ટાઇમમાળખું જૂન ૨૦૧૯ સુધીમાં તૈયાર કરવાનું રિઝર્વ બૅન્કનું લક્ષ્ય છે, જેમાં ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે પણ સમાન સિસ્ટમ હશે.

reserve bank of india