રિઝર્વ બૅન્કના નવા ડેપ્યુટી ગવર્નર બનશે માઇકલ પાત્રા

16 January, 2020 10:50 AM IST  |  New Delhi

રિઝર્વ બૅન્કના નવા ડેપ્યુટી ગવર્નર બનશે માઇકલ પાત્રા

માઇકલ પાત્રા

કેન્દ્ર સરકારે માઇકલ દેવવ્રત પાત્રાની ભારતીય રિઝર્વ બૅન્કના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે નિમણૂક કરી છે. આ વિશે મંત્રાલયે આદેશ આપી દીધા છે. પાત્રાનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે. પાત્રા હજી સુધી કાર્યકાળ નિર્દેશક તરીકે નાણાકીય નીતિ વિભાગનું કામ જોઈ રહ્યા હતા. તેઓ રિઝર્વ બૅન્કના ચોથા ડેપ્યુટી ગવર્નર બનશે. વિરલ વી. આચાર્યના રાજીનામા બાદ આ પદ ખાલી હતું. આચાર્યએ ગયા વર્ષે જૂનમાં રાજીનામું આપ્યું હતું.

કહેવાય છે કે પાત્રા પાસે પણ આચાર્યની જેમ જ નાણાકીય નીતિ વિભાગ રહેશે. ગવર્નર શક્તિકાન્ત દાસની આગેવાની ધરાવતી રિઝર્વ બૅન્કમાં વધુમાં વધુ ચાર ડેપ્યુટી ગવર્નર હોઈ શકે છે. કેન્દ્રીય બૅન્કના અન્ય ત્રણ ડેપ્યુટી ગવર્નર એન. એસ. વિશ્વનાથન, બી. પી. કાનુંગો અને એમ. કે. જૈન છે.

માઇકલ પાત્રાનું આખું નામ માઇકલ દેવવ્રત પાત્રા છે. ઑક્ટોબર ૨૦૦૫માં નાણાકીય નીતિ વિભાગમાં મોકલવામાં આવ્યા એ પહેલાં પાત્રા આર્થિક વિશ્લેષણ વિભાગમાં સલાહકાર હતા. પાત્રા ૧૯૮૫માં રિઝર્વ બૅન્ક સાથે જોડાયા હતા અને ત્યારથી અનેક પદો પર કામ કરી ચૂક્યા છે. તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીના ફેલો પણ રહી ચૂક્યા છે.

reserve bank of india business news