મોદી સરકારની નિષ્ફળતાઃ ડિસેમ્બરમાં બેરોજગારી દર 7.7 ટકાએ પહોંચ્યો

04 January, 2020 01:35 PM IST  |  New Delhi

મોદી સરકારની નિષ્ફળતાઃ ડિસેમ્બરમાં બેરોજગારી દર 7.7 ટકાએ પહોંચ્યો

પ્રતીકાત્મક તસવીર

બેરોજગારીએ વર્ષ ૨૦૨૦માં પણ મોદી સરકારનો પીછો છોડ્યો નથી. ડિસેમ્બરમાં બેરોજગારી દર વધીને ૭.૭ ટકાએ પહોંચી ગયો છે. એક થિન્ક ટૅન્ક સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમીના એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. નવેમ્બર ૨૦૧૯ દરમ્યાન દેશમાં બેરોજગારીનો દર ૭.૪ ટકા હતો.

બેરોજગારી એક એવો મુદ્દો છે જેને લઈને વિપક્ષે ગત વર્ષે સતત સરકારને ઘેરી. ચોંકાવનારી વાત તે છે કે બીજેપીશાસિત રાજ્યોમાં વધુ બેરોજગારી છે અને સૌથી વધુ બેરોજગારી ત્રિપુરામાં ૨૮.૬ ટકા જોવા મળી છે. દેશનાં જે ૧૦ રાજ્યોમાં સૌથી વધુ બેરોજગારી દર છે તેવા ૬  રાજ્યોમાં બીજેપી અને તેના સાથી પક્ષોની સરકાર છે. ત્રિપુરા, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં બેરોજગારી દર ૨૦ ટકાથી વધી ગયો છે. કર્ણાટક અને આસામમાં બેરોજગારી દર સૌથી ઓછો ૦.૯ ટકા છે જ્યારે હરિયાણામાં બેરોજગારીનો દર ૨૭.૬ ટકા છે.

આ અગાઉ ઑક્ટોમ્બરમાં દેશનો બેરોજગારી દર ત્રણ વર્ષની સર્વોચ્ચ સપાટી ૮.૪૫ ટકાએ પહોંચી ગયો હતો. પાછલા બે ક્વૉર્ટરથી દેશનો જીડીપી ગ્રોથરેટ પણ ૫ ટકાથી નીચે આવી ગયો છે. નબળી માગ અને રોકાણમાં ઘટાડાને કારણે જીડીપી ગ્રોથ ઝડપથી વધી રહ્યો નથી.

business news