વિદેશી ઘરે પૈસા મોકલવામાં અવ્વલ છે ભારતીય, 2018માં મોકલ્યા 7,900 કરોડ

09 April, 2019 02:31 PM IST  | 

વિદેશી ઘરે પૈસા મોકલવામાં અવ્વલ છે ભારતીય, 2018માં મોકલ્યા 7,900 કરોડ

પ્રતીકાત્મક તસવીર

વિદેશમાં રહીને ભારતમાં પૈસા મોકલવામાં ભારતીયો સૌથી આગળ છે. વર્લ્ડ બેન્કના રિપોર્ટ પ્રમાણે દુનિયાના અન્ય દેશોમાં રહેતા ભારતીયોએ 2018માં કુલ 7,900 કરોડ ડૉલર ભારત મોકલ્યા છે.

વર્લ્ડ બેન્કના આ લિસ્ટમાં ભારત બાદ ચીનનો નંબર છે. વિશ્વના અન્ય દેશોમાં રહેતા ચીનના નાગરિકોએ કુલ 6,700 કરોડ ડૉલર પોતાના દેશમાં મોકલ્યા છે. તો 3,600 કરોડ ડૉલર સાથે મેક્સિકો આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. રિપોર્ટ પ્રમાણે ચોથા નંબરે ફિલિપાઈન્સ છે, ફિલિપાઈન્સના વિદેશમાં રહેતા નાગરિકોએ 3,400 કરોડ ડૉલર પોતાના દેશમાં મોકલ્યા હતા.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષોમાં NRI દ્વારા ભારતમાં મોકલાતી રકમ સતત વધતી રહી છે. 2016માં પ્રવાસી ભારતીયોએ 62.7 અરબ ડૉલરની રકમ પોતાના દેશમાં મોકલાવી હતી, જે આંકડો 2017માં વધીને 65.3 અરબ ડૉલર થઈ ગયો. વર્લ્ડ બેન્કના કહેવા પ્રમાણે NRIના ભારતમાં રકમ મોકલવામાં 14 ટકાનો વધારો થયો છે. ખાસ કરીને કેરલમાં આવેલા પૂરમાં મદદ કરવા માટે વિદેશમાં વસતા ભારતીયોએ મદદ મોકલી હતી.

તો પાકિસ્તાનના પ્રવાસી નાગરિકોના પોતાની દેશમાં રકમ મોકલવામાં માત્ર 7 ટકાનો જ વધારો થયો છે, જેને કારણે સાઉદી અરબથી મળથી આર્થિક મદદ પણ ઘટી રહી છે. પાકિસ્તાનમાં સાઉદી અરબના પ્રવાસીઓ તરફથી રકમ મોકલવામાં સૌથી ઉપર છે. તો બાંગ્લાદેશમાં આ ગ્રોથ 15 ટકા છે.

આ પણ વાંચોઃ અનિલ અંબાણીને મળી શકે છે 550 કરોડ પાછા, એરિક્સનને ચૂકવ્યા હતા

રિપોર્ટ પ્રમાણે નિમ્ન અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં 2018 દરમિયાન પ્રવાસીઓ તરફથી સૌથી વધુ 529 અરબ ડૉલર મોકલાયા છે, જે ગત વર્ષની 482 અરબ ડૉલર કરતા 9.6 ટકા વધારે છે.

world bank national news