અનિલ અંબાણીને મળી શકે છે 550 કરોડ પાછા, એરિક્સનને ચૂકવ્યા હતા

Apr 09, 2019, 12:59 IST

દેવાતળે દબાયેલી રલાયન્સ કમ્યુનિકેશનને દેવાળું કાઢવાની પ્રક્રિયા શરૂ કરવી કે નહી તે અંગે NCLT નિર્ણય કરશે. આર કોમે આ કેસમાં દેવાળાની પ્રક્રિયા આગળ વધારવાનો આગ્રહ કર્યો છે. કંપની પોતાના લેણદારોને પૈસા ચૂકવવામાં નિષ્ફળ રહી છે.

અનિલ અંબાણીને મળી શકે છે 550 કરોડ પાછા, એરિક્સનને ચૂકવ્યા હતા
અનિલ અંબાણી (ફાઈલ ફોટો)

દેવાતળે દબાયેલી રલાયન્સ કમ્યુનિકેશનને દેવાળું કાઢવાની પ્રક્રિયા શરૂ કરવી કે નહી તે અંગે NCLT નિર્ણય કરશે. આર કોમે આ કેસમાં દેવાળાની પ્રક્રિયા આગળ વધારવાનો આગ્રહ કર્યો છે. કંપની પોતાના લેણદારોને પૈસા ચૂકવવામાં નિષ્ફળ રહી છે.

જો કે આરકોમની અરજીનો સ્વીડનની ગિયર નિર્માતા કંપની એરિક્સન વિરોધ કરી રહી છે. આરકોમે એરિક્સનના બાકી 550 કરોડ ગત મહિને જ ચૂકવ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આર કોમે આ પૈસા ચૂકવ્યા હતા. આરકોમના શેર મંગળવારે 4.6 ટકા ઘટીને 3.05 રૂપિયાએ ટ્રેડ થઈ રહ્યો છે.

NCLTના ચેરમેન એસ. જે. મુખોપાધ્યાયની અધ્યક્ષતાવાળી બે સભ્યોની બેન્ચનું માનવું છે કે જો આરકોમ વિરુદ્ધ દેવાળું કાઢવાની પ્રક્રિયાને મંજૂરી મળશે તો એરિક્સને 550 કરોડ પાછા આપવા પડી શકે છે.

NCLTનું કહેવું છે કે એરિક્સનને ચૂકવાયેલી રકમ તો આરકોમની નાદારીની પ્રક્રિયા જ અટકાવી શકે છે. અથવા તો એરિક્સન પૈસા પાછા આપે તો જ નાદારીની પ્રક્રિયા આગળ વધી શકે છે. આરકોમના ત્રણ અધિકારીઓએ દાખલ કરેલી અરજી બાદ NCLTએ આ આદેશ આપ્યો છે. આ પહેલા 4 ફેબ્રુઆરીએ NCLT અથવા સુપ્રીમ કોર્ટના આગામી આદેશ પહેલા આરકોમને સંપત્ચિ વેચવાની કે જુદી કરવાની કે કોઈ ત્રીજા પક્ષને સોંપવાની મનાઈ ફરમાવી હતી.

આ પણ વાંચોઃ આ વેડિંગ સિઝનમાં ફૉલો કરો અનંત અંબાણીની કથિત ગર્લફ્રેન્ડ રાધિકાની ફેશન ટિપ્સ

ઉલ્લેખનીય છે કે અનિલ અંબાણીએ ગત મહિને એરિક્સને 550 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા, જે તેમને ભાઈ મુકેશ અંબાણીએ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અનિલ અંબાણીએ આ પૈસા ચૂકવ્યા હતા. જો કે પૈસા ન ચૂકવત તો તમને 3 મહિના જેલની સજાનો આદેશ અપાયો હતો.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK