દીવાન હાઉસિંગ સામે હવે NCLTમાં સુનાવણી

03 December, 2019 12:09 PM IST  |  Mumbai

દીવાન હાઉસિંગ સામે હવે NCLTમાં સુનાવણી

દીવાન હાઉસિંગ ફાઇનૅન્સ કંપની

દેશની એક સમયની ત્રીજા ક્રમની સૌથી મોટી હાઉસિંગ ફાઇનૅન્સ કંપની દીવાન હાઉસિંગ સામે નાદારીની કાર્યવાહી વિશેની રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની અરજી પર કેસ ચલાવવા માટે નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલની મુંબઈ બેન્ચે સ્વીકાર કરી લીધો છે. હવે કંપનીનાં દેવાંની સમસ્યા વિશે કોઈ ઉકેલ શોધી કાઢવામાં આવશે અથવા તો કંપનીને ફડચામાં લઈ જવામાં આવશે. 

ગયા મહિને કેન્દ્ર સરકારે બૅન્કો સિવાય નાણાસંસ્થાઓને પણ ઇન્સૉલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્ટ્સી કોડ હેઠળ નાદારીની કાર્યવાહી કરવા માટે કાયદામાં ફેરફાર કરતાં રિઝર્વ બૅન્કે દીવાન હાઉસિંગનું બોર્ડ સસ્પેન્ડ કર્યું હતું. શુક્રવારે જ રિઝર્વ બૅન્કે કંપની સામે એનસીએલટીમાં મંજૂરી માગી હતી જે આજે મળી ગઈ છે. બેન્ચે સ્વીકાર્યું હતું કે દેવાંનું પુનર્ગઠન કરવા માટેની આ અરજી પર સુનાવણી થવી જોઈએ.

૨૦ નવેમ્બરે દેવું પાછું કરવામાં સતત નિષ્ફળતા અને કંપનીના બોર્ડ દ્વારા ચોકસાઈથી સંચાલન નહીં થઈ રહ્યું હોય એવાં કારણો સાથે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ દીવાન હાઉસિંગ ફાઇનૅન્સ કૉર્પોરેશનના બોર્ડને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે.

business news