સતત 12મા વર્ષે પણ દેશના સૌથી અમીર વ્યક્તિ બન્યા મુકેશ અંબાણી

12 October, 2019 11:51 AM IST  |  ન્યુ યોર્ક

સતત 12મા વર્ષે પણ દેશના સૌથી અમીર વ્યક્તિ બન્યા મુકેશ અંબાણી

મુકેશ અંબાણી

ફૉર્બ્સ ઇન્ડિયાએ જાહેર કરેલી ભારતની સૌથી અમીર વ્યક્તિઓની નવી યાદી. ફૉર્બ્સે ભારતના ટૉપ ૧૦૦ સૌથી અમીર લોકોની યાદી જાહેર કરી છે, આ યાદીમાં ફરી એકવાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી ટૉપ પર છે. અહીં સતત ૧૨મું વર્ષ છે જ્યાં મુકેશ અંબાણી ફૉર્બ્સ ઇન્ડિયાની સૌથી અમીર ભારતીયોની ટૉપ ૧૦૦ની યાદીમાં ટૉપ પર છે. લગભગ ૨૮.૪ કરોડ (૪ મિલ્યન અમેરિકન ડૉલર)ના વધારા સાથે મુકેશ અંબાણી લગભગ ૩.૬૪ લાખ કરોડ રૂપિયા (૫૧.૪ બિલ્યન)ની કુલ સંપત્તિની સાથે પહેલા નંબરે બરકરાર છે. બીજી તરફ ગૌતમ અદાણીએ ૮ પૉઇન્ટની મોટી છલાંગ લગાવી છે અને આ યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયા છે. આ ઉપરાંત ઉદય કોટકે પહેલીવાર ટૉપ ૫માં સ્થાન મેળવ્યું છે.

સ્ટીલ નિર્માતા કંપની આર્સેલરના માલિક લક્ષ્મી મિત્તલ ફોર્બ્સની આ યાદીમાં ઘણા નીચે આવી ગયા છે. ગયા વર્ષે આ યાદીમાં ત્રીજા નંબરે રહેનારા લક્ષ્મી મિત્તલ ૬ નંબર ખસકીને ૯મા નંબરે આવી ગયા છે. ફૉર્બ્સ ઇન્ડિયા મુજબ, સ્ટીલની માગ અને કિંમતોમાં ઘટાડાના કારણે આવું થયું છે. તેની સાથે જ ટૉપ ૧૦માં ફરી એકવાર અઝીમ પ્રેમજી નથી.

mukesh ambani business news forbes