વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં મુકેશ અંબાણીનો સમાવેશ

18 April, 2019 02:39 PM IST  | 

વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં મુકેશ અંબાણીનો સમાવેશ

મુકેશ અંબાણી (File Photo)

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન અને ભારતના બિઝનેસ ટાયકુન મુકેશ અંબાણી સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સામેલ થઈ ચૂક્યા છે. ટાઈમ મેગેઝિને તાજેતરમાં જ બહાર પાડેલી વિશ્વના 100 સૌથી વધુ પ્રભાવશાલી વ્યક્તિઓની યાદીમાં મુકેશ અંબાણીનું નામ સામેલ છે.

આ ઉપરાંત ભારતમાંથી આ યાદીમાં LGBTQ સમુદાયના અધિકારીઓ માટે લડનાર વકીલ અરુંધતિ કાત્જુ અને મેનકા ગુરુસ્વામીના નામ પણ સામેલ કરાયા છે.

વિશ્વના પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝિને બુધવારે નેતાઓ, કલાકારો સહિતના મહાનુભાવોના નામની એક યાદી જાહેર કરી છે. જેમાં મુકેશ અંબાણીનો સમાવેશ મોસ્ટ ઈન્ફ્લૂએન્સિયલ ટાઈટન અંતર્ગતના લિસ્ટમાં કરાયો છે.

આ લિસ્ટમાં મુકેશ અંબાણીની પ્રોફાઈલ મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ લખી છે. તેમણે લખ્યું છે કે મુકેશ તેમના દરેક કામની શરૂઆત તેમના પિતા ધીરુભાઈ અંબાણીના આર્શીવાદ લઈને કરે છે. પરંતુ તે તેમના પિતા કરતા વધુ મહત્વકાંક્ષી છે. મુકેશ અંબાણીએ સસ્તું 4જી ડેટા નેટવર્ક રિલાયન્સ જીઓ લોન્ચ કર્યું. તેની સાથે લગભગ 28 કરોડ લોકો અત્યાર સુધીમાં જોડાઈ ચુક્યા છે. આ ફ્રોફાઈમાં આનંદ મહિન્દ્રાએ રિલાયન્સના જાણીતા સૂત્ર કર લો દુનિયા મુઠ્ઠીમેંનો પણ ઉલ્લેખ કર્યો છે.

આ પણ વાંચોઃ 24 વર્ષના થયા અનંત અંબાણીઃ જાણો અનંતની પ્રેરણાદાયક ફેટ ટુ ફિટ જર્ની

આ ઉપરાંત આ લિસ્યમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, પોપ ફ્રાન્સિસ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન, ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ, ભારતીય-અમેરિકન કોમેડિયન હસન મિન્હાજનું નામ પણ સામેલ છે.