મુકેશ અંબાણી: પોતાના ભાઈ અનિલથી આટલા છે અમીર

09 July, 2019 05:29 PM IST  |  મુંબઈ ડેસ્ક

મુકેશ અંબાણી: પોતાના ભાઈ અનિલથી આટલા છે અમીર

મુકેશ અને અનિલ અંબાણી

રિલાયન્સ ઇંડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ભારતના સૌથી ધનવાન વ્યક્તિ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે એક સમયે મુકેશ અંબાણી અને તેના નાના ભાઈ અનિલ અંબાણીની સંપત્તિમાં ખાસ ફરક ન હતો. હવે જ્યારે બન્નેની સંપત્તિની તુલના કરવામાં આવે છે ત્યારે બન્ને ભાઈઓની સંપત્તિમાં ધરતી આકાશનો ફરક જોવા મળે છે.

પહેલા વાત કરીએ રિલાયંસ એડીએજી ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની. 60 વર્ષના અનિલ અંબાણી ફોર્બ્સની પૈસાદારોની 1349માં નંબરે છે. તેમની કુલ સંપત્તિ 9500 કરોડ રૂપિયા (1.4 અરબ ડૉલર) છે. અનિલ અંબાણી પાસે નાણાંકીય સર્વિસ, ડિફેન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મીડિયા વેપાર છે. અનિલ અંબાણી ભારતમાં પૈસાદારોની સૂચિમાં 68માં સ્થાને છે.

તાજેતરમાં જ અનિલ અંબાણીની કંપનિઓના શેર્સમાં ભારે ઘટાડાને કારણે તેમની સંપત્તિમાં ઘટાડો આવ્યો. તેમની સંપત્તિ 1 અરબ ડૉલરથી નીચે પહોંચી ગઈ હતી. અનિલ અંબાણી પોતાની કેટલીય કંપનીઓના ભાગ વેંચીને દેવું ચૂકવે છે. તેણે તાજેતરમાં જ જાહેર કર્યું કે તેમના ગ્રુપે 40 હજાર કરોડ જેટલું દેવિં ચૂકવી દીધું છે.

જો મુકેશ અંબાણીની વાત કરીએ તો તે ફોર્બ્સની યાદીમાં 13માં સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 3.54 લાખ કરોડ રૂપિયા છે. તે ભારતના પૈસાદારોમાં પહેલા સ્થાને છે., 62 વર્ષના મુકેશ અંબાણીની કંપની રિલાયંસ ઇન્ડસ્ટ્રીની આવક 6.12 લાખ કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો : Pan Card, Aadhar Cardને લગતા આ નિયમ બદલાયા

મુકેશ અંબાણીએ દેશમાં 4જી સેવા આપનારી ટેલીકૉમ કંપની રિલાયન્સ જિયોની શરૂઆત કરી. આ કંપનીએ કેટલીય ટેલીકૉમ કંપનીઓની ઊંઘ ઉડાડી દીધી છે. જિયોના 30 કરોડથી વધુ ગ્રાહકો છે. મુકેશ અંબાણીની સંપત્તિની તુલના કરીએ તો નાના ભાઈની સંપત્તિ મોટા ભાઈ સામે ક્યાંય દેખાતી નથી. મુકેશ અંબાણીની નેટવર્થ 3.54 લાખ કરોડ રૂપિયા છે ત્યાં જ અનિલ અંબાણીની નેટવર્થ 9500 કરોડ રૂપિયા છે. વર્ષ 2007માં બન્ને ભાઈઓની સંપત્તિમાં ફક્ત 8400 કરોડ રૂપિયાનું તફાવત હતું.

mukesh ambani anil ambani business news