Facebook-Jio Dealથી મુકેશ અંબાણી બન્યા એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ

23 April, 2020 02:08 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Facebook-Jio Dealથી મુકેશ અંબાણી બન્યા એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ

મુકેશ અંબાણી (ફાઇલ ફોટો)

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડના અધ્યક્ષ મુકેશ અંબાણી એક વાર ફરી એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ બની ગયા છે. RILની જિયો પ્લેટફૉર્મ્સની ફેસબુક સાથે થયેલી ડીલ બાદ મુકેશ અંબાણી ફરી એકવાર એશિયાના સૌથી ધનાઢ્ય લોકોની લિસ્ટમાં ટૉપ પર પહોંચી ગયા છે. આ ડીલ અંતર્ગત ફેસબુકે જિયો પ્લેટફૉર્મ્સમાં 9.9 ટકા ભાગીદારી ખરીદી છે. એટલે કે જિયો પ્લેટફૉર્મ્સમાં 43,574 કરોડ રૂપિયાનું નિવેશ કરશે. આ ડીલને કારણે બુધવારે ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની માર્કેટ વેલ્યૂએશન 45,527.62 કરોડ રૂપિયાના ઉછાળા સાથે 8,29,084.62 કરોડ રૂપિયા પર પહોંચી હતી.

ફેસબુક અને જિયો પ્લેટફૉર્મ્સની આ ડીલના સમાચારથી RILના શૅર 9.83 ટકા વધારા સાથે1359 રૂપિયા પર બંધ થયા હતા. મુકેશ અંબાણીએ ચીનના જૅક માને પાછળ પાડીને પોતાનું આ સ્થાન પાછું મેળવ્યું છે. અલીબાબાના સંસ્થાપક જૅક માએ છેલ્લા કેટલાક સમયમાં મુકેશ અંબાણીનું એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ હોવાનું સ્થાન છીનવી લીધું હતું. પણ ફેસબુક અને જિયોની ડીલ થકી મુકેશ અંબાણીની સંપત્તિમાં 4 અરબ ડૉલરનો વધારો થયો જેથી RILના અધ્યક્ષની સંપત્તિ વધીને 49 અરબ ડૉલર થઈ ગઈ છે.

જિયો-ફેસબુક ડીલના કારણે મુકેશ અંબાણીની સંપત્તિ જૅક મા કરતાં લગભગ 3 અરબ ડૉલર વધારે થઈ ગઈ છે. આ પહેલા કાચ્ચા તેલના ભાવમાં જબરજસ્ત ઘટાડાને કારણે મુકેશ અંબાણીની સંપત્તિમાં 14 અરબ ડૉલરનો ઘટાડો થયો હતો.

ફેસબુક અને જિયો વચ્ચે થયેલી ડીલ વિશે માહિતી આપતાં ફેસબુક સીઇઓ માર્ક ઝુકરબર્ગે કહ્યું કે, "જિયો ભારતમાં અસ્પર્ધીય પરિવર્તન લઈને આવ્યું છે. જિયોએ ચાર વર્ષથી પણ ઓછા સમયમાં 38.80 કરોડથી વધારે લોકોને ઑનલાઇલ સેવાઓ સાથે જોડાયા છે. આ ડીલ જિયો પ્રત્યે અમારા ઉત્સાહને પ્રદર્શિત કરે છે." તો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધ્યક્ષ મુકેશ અંબાણીએ કહ્યું કે, તે આ ડીલથી ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે કહ્યું કે JioMart જિયોનું નવું ડિજિટલ પ્લેટફૉર્મ છે. ઉલ્લેખનીય છે કે જિયોમાર્ટ અને ફેસબુકના વૉટ્સએપની ત્રણ કરોડ નાની ભારતીય કિરાના દુકાનોને ઑનલાઇન પ્લેટફૉર્મ પર લાવવાની યોજના છે.

mukesh ambani business news facebook mark zuckerberg reliance