અરામ્કોના પબ્લિક ઇશ્યુ માટે વધુ ઉત્પાદનકાપ : ક્રૂડ ઑઇલમાં તેજી

03 December, 2019 11:59 AM IST  |  Mumbai

અરામ્કોના પબ્લિક ઇશ્યુ માટે વધુ ઉત્પાદનકાપ : ક્રૂડ ઑઇલમાં તેજી

ક્રૂડ ઑઇલ

સાઉદી અરામ્કોના શૅરનું ટ્રેડિંગ રિયાધ સ્ટૉક એક્સચેન્જ પર ચાલુ થાય એ પહેલાં ક્રૂડ ઑઇલની બજારને આંચકો આપવાની તૈયારી ચાલી રહી છે. ઓપેક રાષ્ટ્રો અને એના સહયોગી સાઉદી અરબની માગને અનુસરી ક્રૂડ ઑઇલનું ઉત્પાદન વધુ ઘટાડે અને એની મુદ્દત વધારીને ૨૦૨૦ કરે એવી શક્યતા છે. 

બીજી તરફ, ચીનના અર્થતંત્રમાં ઔદ્યોગિક વિકાસ થોડો વૃદ્ધિ દર્શાવી રહ્યો હોવાથી અને ઇરાકે ક્રૂડ ઑઇલનું ઉત્પાદન ઘટશે એવી વાતનો સત્તાવાર સ્વીકાર કરતાં ગયા સપ્તાહમાં ક્રૂડ ઑઇલના ભાવમાં કડાકો બોલ્યા બાદ આજે એમાં સુધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારે ક્રૂડ ૫.૧ ટકા ઘટ્યું હતું અને આજે એમાં ફરી તેજીનો દોરીસંચાર જોવા મળી રહ્યો છે.

વૈશ્વિક બજારમાં વેસ્ટર્ન ટેક્સસ ક્રૂડ ઑઇલ ૧.૭૯ ટકા વધી ૫૬.૧૬ ડૉલર અને બ્રેન્ટ ક્રૂડ ઑઇલ ૧.૬૪ ટકા વધી ૬૧.૪૮ ડૉલર પ્રતિ બૅરલના ભાવ રહ્યા હતા. વિદેશી બજારના પગલે ભારતમાં પણ ક્રૂડ તેલ ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ બૅરલદીઠ ૪૦૦૦ ખૂલી, ઉપરમાં ૪૦૬૭ અને નીચામાં ૪૦૦૦ બોલાઈ પ્રથમ સત્રના અંતે ૬૬ વધીને ૪૦૪૬ રૂપિયા બંધ રહ્યો હતો, જ્યારે નૅચરલ ગૅસ ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે બે રૂપિયા વધીને બંધમાં ૧૬૯.૨ રહ્યો હતો.

અરામ્કો માટે મહેનત

અત્યારે ઓપેક અને સહયોગી રાષ્ટ્રો દૈનિક ૧૨૦ લાખ બૅરલ ક્રૂડ ઑઇલ કે વિશ્વના કુલ પુરવઠાનો ૧.૨ ટકા જેટલો ભાગ ઘટાડીને કાર્ય કરી રહ્યાં છે. વર્તમાન સહમતીની મુદત માર્ચ મહિનામાં પૂરી થયા છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર ઉત્પાદન વધુ ચાર લાખ બૅરલ પ્રતિ દિવસ ઘટાડવામાં આવે એવી શક્યતા છે.

રશિયા વિશ્વમાં બીજા ક્રમનું ક્રૂડ નિકાસકાર છે અને એણે વધુ કાપ કે મુદત લંબાવવા સામે વાંધો ઉઠાવ્યો છે.

business news