મૂડીઝે Yes બેન્કની રેટિંગ ઘટાડી, શૅરમાં 5 ટકાનો વધુ ઘટાડો

06 December, 2019 02:34 PM IST  |  Mumbai Desk

મૂડીઝે Yes બેન્કની રેટિંગ ઘટાડી, શૅરમાં 5 ટકાનો વધુ ઘટાડો

અઠવાડિયાના છેલ્લા વેપારના દિવસે ભારતીય શૅર બજારની ધીમી શરૂઆત થઈ। આ દરમિયાન યેસ બેન્કના શૅરમાં લગભગ 5 ટકા ઘટાડો નોંધવામાં આવ્યો છે.

ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે પ્રાઇવેટ સેક્ટરના યેસ બેન્કની રેટિંગ્સને નેગેટિવ આઉટલુક સાથે ડાઉનગ્રેડ કરી દેવામાં આવ્યા. આ સમાચારને કારણે યેસ બેન્કના શૅરમાં 5 ટકાથી વધારેનો ઘટાડો જોવા મળ્યો. શરૂઆતના કારભારમાં યેસ બેન્કના શૅર ગબડીને 59 રૂપિયાથી પણ નીચેના ભાવ પર આવી ગયા. કારભાર દરમિયાન યસ બેન્ક સિવાય એસબીઆઇ, ઓએનજીસી, મહિન્દ્રા, ઇંડસઇંડ બેન્ક અને ટાટા મોટર્સના શૅરમાં પણ ઘટાડો નોંધવામાં આવ્યો.

દરમિયાન, શરૂઆતના કારભારમાં સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ સામાન્ય રહી. શરૂઆતની મિનિટોમાં સેન્સેક્સ સામાન્ય વધારા સાથે કારભાર કરતો દેખાયો પણ થોડીવાર પથી આ લાલ નિશાના પર આવી ગયું. સવારે 10.50 વાગ્યે સેન્સેક્સ 40,780ના સ્તરે હતું. આ રીતે નિફ્ટી 12,015ના સ્તરે આવી ગયું,

યેસ બેન્ક વિશે મૂડીઝે શું કહ્યું?
રેટિંગ એજન્સી મૂડીઝે યસ બેન્કની લોનની ક્વૉલિટી બગડવાની ચિંતાઓ અને કેપિટલ બફરમાં આવતા ઘટાડાને કારણે રેટિંગ્સને ડાઉનગ્રેડ કર્યું છે. રેટિંગ એજન્સીએ બેન્કમાં 2 અરબ ડૉલરના ઇન્વેસ્ટમેન્ટની રસ બતાવવાના દાવામાં ટાઇમિંગ, પ્રાઇસિંગ અને રેગ્યુલેટરી અપ્રૂવલને લઈને સવાલો ઊભા કર્યા છે. જણાવીએ કે તાજેતરમાં યેસ બેન્ક તરફથી 2 અરબ ડૉલર ફન્ડ ભેગું કરવાની વાત કરવામાં આવી હતી. બેન્કના આ પ્લાનને લઈને 10 ડિસેમ્બરના થનારી બૉર્ડની મીટિંગમાં ચર્ચા શક્ય છે.

આ પણ વાંચો : લગ્નની સિઝનમાં કેમ દેખાશો અલગ, જાણો બોલીવુડની હસીનાઓ પાસેથી

HDFC બેન્કના શૅરમાં ઉતાર-ચઢાવ
ખાનગી ક્ષેત્રની એચડીએફસી બેન્કની ઑનલાઇન બેન્કિંગ સેવાઓમાં આ અઠવાડિયે સતત બે દિવસ ગરબડ આવવાની રિઝર્વ બેન્ક તપાસ કરી રહી છે. આ સમાચાર દરમિયાન એચડીએફસી બેન્કના શૅરમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યું છે. જણાવીએ કે આરબીઆઈએ તપાસ માટે એક ટીમ ગઠિત કરી છે. રિઝર્વ બેન્કના ડિપ્ટી ગવર્નર એમ.કે.જૈન પ્રમાણે, "મારી ટીમ આના કારણોની ઓળખ કરવામાં આવી છે અને એ તપાસ કરી રહી છે કે એચડીએફસી બેન્કને શું નિર્દેશ આપી શકે છે."

business news