સરકાર બંધ કરશે 'ગરીબ' રથ ટ્રેનો, એસીમાં વધશે ભાડું

18 July, 2019 04:01 PM IST  |  દિલ્હી

સરકાર બંધ કરશે 'ગરીબ' રથ ટ્રેનો, એસીમાં વધશે ભાડું

કેન્દ્ર સરકારે રેલવેને ખાનગી હાથોમાં સોંપવાના નિર્ણય બાદ વધુ એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય પણ રેલવેને લગતો જ છે. મોદી સરકારે દેશમાં ચાલતી તમામ ગરીબ રથ ટ્રેન બંધ કરવાનો નિર્ણય કર્યો છે. દેશમાં કુલ 26 ગરીબ રથ ટ્રેનો દોડી રહી છે. આ નિર્ણયનો અમલ કરવાની શરૂઆત પણ કરી દેવાઈ છે. સૌથી પહેલા પૂર્વોત્રમાં ચાલતી કાઠગોદામ-જમ્મુ અને કાઠગોદામ-કાનપુર સેન્ટ્રલને 15 જુલાઈએ મેલ એક્સપ્રેસમાં રૂપાંતરિત કરી દેવાઈ છે.

મોદી સરકારે પોતાના નિર્ણયનો અમલ પૂર્વોત્તરની બે ટ્રેનમાં કરી દીધો છે. રેલવે વિભાગના જણાવ્યા પ્રમામે હાલ ટ્રેક પર ગરીબ રથ ટ્રેનના જે કોચ છે, તે 14 વર્ષ જૂના છે. નવા કોચ બનવાના બંધ કરી દેવાયા છે. પરિણામે ગરીબ રથના કોચને મેલ એક્સપ્રેસમાં પરિવર્તિત કરી દેવાશે. આ સાથે જગરીબ રથ ટ્રેન મેલ અને એક્સપ્રેસમાં બદલાશે, જેથી ભાડા પર પણ અસર થશે. અને ગરીબ રથમાં સસ્તી મુસાફરી બંધ થઈ જશે.

આ પણ વાંચોઃ એક Tweet બાદ આનંદ મહિન્દ્રાએ લીધો આ મહત્વનો નિર્ણય

ઉલ્લેખનીય છે કે 2005માં તત્કાલીન રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે ગરીબ રથની શરૂઆત કરાવી હતી. જ્યારે લાલુ યાદવે ગરીબ રથ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી હતી, ત્યારે તેમની ખૂબ જ પ્રશંસા કરાઈ હતી. કારણ કે એક સામાન્ય માણસનું AC ટ્રેનમાં બેસીને સફર કરવાનું સપનું પુરુ થવાનું હતું. જો કે હવે મોદી સરકાર ગરીબોના આ સપનાનો અંત લાવી રહી છે.

narendra modi lalu prasad yadav national news