PM મોદી સાથે બેસી ચા પીવાની તક, બસ આટલું કરવું પડશે

03 June, 2019 08:05 PM IST  |  દિલ્હી

PM મોદી સાથે બેસી ચા પીવાની તક, બસ આટલું કરવું પડશે

File Photo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપે શાનદાર જીત મેળવી છે. પ્રચંડ બહુમતી સાથે પીએમ મોદી સત્તામાં પાછા ફર્યા છે. મોદી સરકારની બીજી ટર્મમાં કેટલાક મહત્વના નિર્ણય લેવાઈ રહ્યા છે, ત્યારે મોદી સરકારે વધુ એક યોજના શરૂ કરી છે. દેશમાં ટેક્સ કલેક્શનમાં વદારો થાય તે માટે મોદી સરકારે નવો આઈડિયા વિચાર્યો છે.

મોદી સરકારે ઈન્કમ ટેક્સ ભરનાર લોકોને પ્રોત્સાહન આપવા માટે એક ઓફર આપી છે. સરકારને આશા છે કે આ સ્કીમને કારણે ટેક્સ કલેક્શનમાં વધારો થશે અને સરકારી ખજાનામાં આવક વધશે.મોદી સરકારની આ નવી સ્કીમ અંતર્ગત દેશમાં જે સૌથી વધુ ટેક્સ ચૂકવશે, તે નાણા મંત્રી અથવા તો વડાપ્રધાન સાથે બેસીને ચા પર ચર્ચા કરશે. સીધી રીતે કહીએ તો સૌથી વધુ ટેક્સ ચૂકવનાર વ્યક્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેસીને ચા પર ચર્ચા કરી શક્શે.

હાલ પણ કેન્દ્ર સરકાર વધુ ટેક્સ પે કરનાર લોકોને પ્રોત્સાહન આપતી હતી. જો કે આ પ્રોત્સાહન નોન મોનેટરી હતી. પરંતુ પીએમ મોદી સાથે ચા પર ચર્ચા કરવાની ઓફરથી ટેક્સ પેયર્સ વધુ ટેક્સ ચૂકવવા માટે પ્રોત્સાહિત થશે. મિંટના રિપોર્ટ પ્રમાણે આ મામલે માહિતી આપનાર સૂત્રોનું કહેવું છે કે આ પ્રકારની યોજનાથી સરકાર આવક વેરાનું કલેક્શન વધારવા ઈચ્છે છે.

આ પણ વાંચો ઃમોદી સરકારની વધુ એક ભેટ, પેન્શનધારકોને મળશે આ લાભ

મોદી સરકારના બીજા કાર્યકાળમાં નાણા મંત્રાલય પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. એટલે જ નાણા મંત્રાલયની જવાબદારી નિર્મલા સીતારમણને સોંપાઈ છે. આ કાર્યકાળમાં સરકારની યોજના ટેક્સ સિસ્ટમને વધુ પ્રોગ્રેસિવ બનાવવાની છે. આશા છે કે આગામી બજેટમાં સરકાર આ મામલે મોટું પગલું લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી હંમેશા કહે છે કે સામાન્ય જનતા જે ટેક્સ ચૂકવે છે, તેનાથી જ દેશનો વિકાસ થાય છે.

narendra modi national news business news