ટ્રમ્પે ઑટો ઇમ્પોર્ટ પરથી ડ્યુટી છ મહિના મુલતવી રાખતાં સોનું રેન્જબાઉન્

17 May, 2019 10:58 AM IST  |  નવી દિલ્હી | બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ટ્રમ્પે ઑટો ઇમ્પોર્ટ પરથી ડ્યુટી છ મહિના મુલતવી રાખતાં સોનું રેન્જબાઉન્

ટ્રમ્પે ટ્રેડવૉરના ટેન્શનને હળવું કરવા કાર અને તેના પાટ્ર્‍સની ઇમ્ર્પોટ પર લાદેલી ઇમ્ર્પોટ ડ્યુટીનો અમલ છ મહિના મુલતવી રાખતાં ટ્રેડવૉરને ખતમ કરવાની આશા જીવંત રહી હતી અને દરેક દેશોનાં સ્ટૉક માર્કેટ સુધરતાં સોનાની તેજીને બ્રેક લાગી હતી અને ભાવ રેન્જબાઉન્ડ રહ્યા હતા. જોકે મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે જે રીતે ટેન્શન વધી રહ્યું છે તે જોતાં સોનામાં હાલ વેચવાલી બહુ મર્યાદિત રહી હોવાથી ભાવ ઘટતા નથી.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

ચીનમાં નવાં રહેણાક મકાનોના ભાવ એપ્રિલમાં ૧૦.૭ ટકા વધ્યા હતા, જે માર્ચમાં ૧૦.૬ ટકા વધ્યા હતા. એપ્રિલનો ભાવવધારો છેલ્લાં બે વર્ષનો સૌથી મોટો હતો. અમેરિકાનો હોમબિલ્ડર્સ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ મેમાં વધીને સાત મહિનાની ઊંચાઈએ ૬૬ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે એપ્રિલમાં ૬૩ પૉઇન્ટ હતો, માર્કેટની ધારણા ૬૪ પૉઇન્ટની હતી. અમેરિકાનું ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટ એપ્રિલમાં ૦.૫ ટકા ઘટ્યું હતું, જે માર્ચમાં ૦.૨ ટકા વધ્યું હતું. ભારતની ટ્રેડ ડેફિસિટ એપ્રિલમાં વધીને ૧૫.૩૩ અબજ ડૉલરે પહોંચી હતી, જે એક વર્ષ અગાઉ ૧૩.૭૨ અબજ ડૉલર હતી. અમેરિકાના રીટેલ સેલ્સમાં એપ્રિલમાં ૦.૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં માર્ચમાં ૧.૭ ટકાનો વધારો થયો હતો. યુરો એરિયાની ટ્રેડ ડેફિસિટ માર્ચમાં ઘટીને ૨૨.૫ અબજ યુરોએ પહોંચી હતી, જે ગત વર્ષે આ સમયે ૨૬.૯ અબજ યુરો હતી. જોકે માર્કેટની ધારણા ટ્રેડ ડેફિસિટ ઘટીને ૧૯.૯ અબજ યુરો રહેવાની હતી. જપાનનો પ્રોડ્યુસર્સ ઇન્ફલેશન એપ્રિલમાં ૧.૨ ટકા હતો, જે માર્ચમાં ૧.૩ ટકા રહ્યો હતો અને માર્કેટની ધારણા ૧.૧ ટકાની હતી. ઇકૉનૉમિક ઇન્ડિકેટરો કરતાં હાલ સોનાના ભાવ પર ટ્રેડવૉરની અસર વધુ હોવાથી સોનું સ્ટ્રૉન્ગ લેવલે રેન્જબાઉન્ડ રહ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડવૉરમાં સમાધાનની તમામ શક્યતાઓ પર પૂર્ણવિરામ ન મુકાય એ માટે બન્ને પક્ષો પ્રયત્નશીલ છે. અમેરિકાએ ઇમ્ર્પોટેડ કાર અને તેના પાર્ટ્સ પર લાદેલી ઇમ્ર્પોટ ડ્યુટીનો નર્ણિય છ મહિના લંબાવવાની જાહેરાત કરી હતી, જેને કારણે ચીન ઉપરાંત યુરોપિયન યુનિયન અને જપાન સાથે પણ નવી ટ્રેડવૉરની શક્યતા ઘટી જાય. આ ઉપરાંત ટ્રેઝરી સેક્રેટરી સ્ટીવન મુન્ચીને ટૂંક સમયમાં બીજિંગની મુલાકાત લેવાની પણ જાહેરાત કરી હતી. જોકે આ બે પૉઝિટિવ ડેવલપમેન્ટ સામે ટ્રમ્પ ઍડમિનિસ્ટ્રેશને ચાઇનીઝ ટેલિકૉમ જાયન્ટ હવાઈ સામે અનેક પ્રતિબંધો પણ મૂક્યા હતા. આમ, ટ્રેડવૉર ખતમ થશે કે કેમ?

આ પણ વાંચોઃ ટ્રેડવૉર મામલે અમેરિકી પ્રમુખ ટ્રમ્પની દરમ્યાનગીરીથી સોનામાં અટકતી તેજી

ટ્રેડવૉર કઈ દિશામાં જશે? તે અંગે હાલ અનેક પ્રકારની અનિિતતાઓ પ્રવર્તતી હોવાથી સોનું પણ ટૂંકી વધ-ઘટે અથડાઈ રહ્યું છે. અમેરિકાએ ઇરાકમાં રહેલા તેના કર્મચારી અને મિલિટરીમેનોને વતન પાછા ફરવાનો આદેશ આપતાં મિડલઈસ્ટમાં ટેન્શન વધવાના સંકેત મળતાં સોનામાં મર્યાદિત પ્રમાણમાં સેફ હેવન ડિમાન્ડ નીકળી હતી, પણ કોઈ મોટી અસર જોવા મળી નહોતી.

business news