ફ્યૂઅલ પાઈપમાં ખામીના કારણે મારૂતિ સુઝુકીએ વેગન-આર ગાડીઓને રિકોલ કરી

25 August, 2019 08:13 PM IST  | 

ફ્યૂઅલ પાઈપમાં ખામીના કારણે મારૂતિ સુઝુકીએ વેગન-આર ગાડીઓને રિકોલ કરી

ફોર વ્હીલર્સની દુનિયામાં પોતાનો સિક્કો જમાવનારી મારૂતિ સુઝુકીએ તેની 40,618 વેગેન-આરના 1 લિટર મોડલ એન્જિનની ગાડીઓને રિકોલ કરી છે. રિકોલ કરવામાં આવેલી ગાડીઓમાં 15 નવેમ્બર 2018થી 12 ઓગસ્ટ 2019 સુધી બનાવવામાં આવેલી વેગેન-આર ગાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, આ સમય દરમિયાન બનાવવામાં આવેલી ગાડીઓની ફ્યુઅલ પાઈપમાં ખામી છે. મારૂતિની જાહેરાત પછી ગાડીઓને રિકોલ કરવાનું શરૂ કરવામાં આવી છે.

શનિવારથી જ મારૂતિ સુઝુકીના ડીલર્સે ગ્રાહકોનો સંપર્ક સાધ્યો હતો અને ગાડીઓને રિકોલ કરવાનું શરૂ કર્યું છે. કંપનીએ જાહેરાત કરી છે કે, ખામી ધરાવતા પાર્ટ્સને ફ્રીમાં બદલી આપવામાં આવશે. આ વિશે વધુ માહિતી મેળવવા માગતા અને ગાડીને તપાસ છે કે નહી તે તપાસ કરવા માટે કંપનીએ વેબસાઈટ પર સુવિધા પૂરી પાડી છે. ગ્રાહકો કંપનીની વેબસાઈટ પર કસ્ટમર ઈન્ફો સેક્શનમાં જઈને લિન્ક પર ચેસિસ નંબર લખીને પણ ચેક કરી શકે છે કે તેમની કાર્સની તપાસની જરૂરિયાત છે કે નહિ.

હાલ ઓટો મોબાઈલ સેક્ટરમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષના વેચાણમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે. જો કે તહેવારની સિઝનમાં હાલત સુધરવાની શકયતા છે. મારૂતિ સુઝુકી દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની છે. મારૂતિના વેચાણમાં જુલાઈમાં 33.5 ટકા ઘટાડો આવ્યો હતો. સમગ્ર ઓટો સેકટરમાં પેસેન્જર વાહનોના વેચાણમાં જુલાઈમાં 19 ટકા ઘટાડો આવ્યો હતો. ઓટો મોબાઈલ સેક્ટરમાં આ ઘટાડો છેલ્લા 19 વર્ષનોસૌથી મોટો ઘટાડો છે.

maruti suzuki gujarati mid-day business news