આજથી બૅન્કોના કામકાજનો સમય બદલાયો, SBI વ્યાજદરમાં ફેરફાર કરશે

01 November, 2019 12:56 PM IST  |  નવી દિલ્હી

આજથી બૅન્કોના કામકાજનો સમય બદલાયો, SBI વ્યાજદરમાં ફેરફાર કરશે

ફાઈલ ફોટો

આજથી બૅન્કોના કામકાજના નિયમોમાં કેટલાક ફેરફાર આવી રહ્યા છે જે દરેક ખાતાદારે જાણવા જરૂરી છે.

એસબીઆઇ પોતાના વ્યાજના દરોમાં ફેરફાર કરવાની છે. એસબીઆઇમાં એક લાખ રૂપિયા સુધીના વ્યાજના દરોમાં પા ટકો ઘટાડવામાં આવશે જેથી વ્યાજનો દર સવાત્રણ ટકાનો થઈ જશે. એક લાખ રૂપિયાથી વધુ ડિપોઝિટ હોય એનો વ્યાજનો દર રેપો રેટ સાથે જોડાશે. હાલમાં રેપો રેટ ત્રણ ટકાનો છે.

મહારાષ્ટ્રમાં તમામ બૅન્કોનો કામકાજનો સમય એકસરખો રહેશે. મોટા ભાગની બૅન્કો હવે સવારે નવ વાગ્યે ખૂલશે અને ચાર વાગ્યે બંધ થશે. અત્યાર અગાઉ બૅન્કો સવારે દસ વાગ્યે કામ શરૂ કરતી હતી અને સાંજે પાંચ વાગ્યે બંધ થતી હતી. કેટલીક બૅન્કોનો સમય સવારે નવથી બપોરે ત્રણનો રહેશે. એસબીઆઇની લોન લેનારા અત્યાર અગાઉ સવાઆઠ ટકા વ્યાજ ભરતા હતા. રિઝર્વ બૅન્કે દિવાળી પર રેપો રેટ ઘટાડતાં હવે લોન પરનું વ્યાજ ૮.૦૫ ટકા થશે.

business news state bank of india