MSTC આજે ખૂલનારા IPO દ્વારા સરકારને ૨૨૬ કરોડ રૂપિયા પ્રાપ્ત થશે

13 March, 2019 09:45 AM IST  | 

MSTC આજે ખૂલનારા IPO દ્વારા સરકારને ૨૨૬ કરોડ રૂપિયા પ્રાપ્ત થશે

સરકારી માલિકીની MSTC કંપનીના ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા સરકારને ૨૨૬ કરોડ રૂપિયા પ્રાપ્ત થવાની ધારણા છે. આ રકમ ૧૨૧-૧૨૮ રૂપિયાની પ્રાઇસ બૅન્ડના ૧૨૮ રૂપિયાના ભાવે અંદાજિત કરવામાં આવી છે. તેરમી માર્ચે અર્થાત્ આજે આવનારા IPOમાં કંપનીના ૧.૭૬ કરોડ શૅરનું વેચાણ થવાનું છે. આ શૅર પેઇડ-અપ ઇક્વિટી શૅર કૅપિટલના ૨૫ ટકા જેટલા હશે.

ડિસઇન્વેસ્ટમેન્ટને પગલે સરકારનો હિસ્સો ૮૯.૮૫ ટકાથી ઘટીને ૬૪.૮૫ ટકા થઈ જવાનો હોવાનું કંપનીએ જણાવ્યું છે. રીટેલ અને પાત્ર કર્મચારીઓને ભાવમાં પ્રતિ શૅર ૫.૫૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવવાનું છે. સ્ટીલ મંત્રાલય હેઠળની આ મિની રત્ન કંપની ઈ-કૉમર્સ, ટ્રેડિંગ અને રિસાઇકલિંગમાં કાર્યરત છે.

આ પણ વાંચોઃ બ્રેકઝિટ ડીલને યુરોપિયન યુનિયને મંજૂરી આપતાં સોનામાં સુધારો

news