Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બ્રેકઝિટ ડીલને યુરોપિયન યુનિયને મંજૂરી આપતાં સોનામાં સુધારો

બ્રેકઝિટ ડીલને યુરોપિયન યુનિયને મંજૂરી આપતાં સોનામાં સુધારો

13 March, 2019 09:35 AM IST |
બુલિયન બુલેટિનઃ મયૂર મહેતા

બ્રેકઝિટ ડીલને યુરોપિયન યુનિયને મંજૂરી આપતાં સોનામાં સુધારો

બ્રેકઝિટ ડીલને યુરોપિયન યુનિયને મંજૂરી આપતાં સોનામાં સુધારો


બ્રેકઝિટ ડીલ બાબતે બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર થેરેસા મેના અથાગ પ્રયાસોને અનુલક્ષીએ ડાઇવૉર્સ ડીલને યુરોપિયન યુનિયને મંજૂરી આપતાં બ્રિટનમાં પૉલિટિકલ ક્રાઇસિસનો ભય ઓછો થયો હતો અને બ્રિટિશ પાઉન્ડ સામે ડૉલર નબળો પડતાં સોનાના ભાવ સુધર્યા હતા. વળી વલ્ર્ડ ગોલ્ડ કાઉન્સિલના લેટેસ્ટ ડેટામાં સેન્ટ્રલ બૅન્કોની ખરીદી ૨૦૧૮ની જેમ ૨૦૧૯માં બુલિશ રહેવાના નિર્દેશો મળતાં સોનામાં ખરીદીનું આકર્ષણ વધ્યું હતું.

ઇકોનૉમિક ઇન્ડિકેટરનો સંકેત



અમેરિકાનો સ્મૉલ બિઝનેસ ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં વધીને ૧૦૧.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે જાન્યુઆરીમાં ૧૦૧.૨ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૧૦૨ પૉઇન્ટની હતી. અમેરિકાના રીટેલ સેલ્સમાં જાન્યુઆરીમાં ૦.૨ ટકાનો વધારો થયો હતો, જેમાં ડિસેમ્બરમાં ૧.૬ ટકાનો ઘટાડો થયો હતો અને માર્કેટની ધારણા ફલૅટ રીડિંગની હતી. બ્રિટનની એક્સર્પોટ જાન્યુઆરીમાં ૨.૩ ટકા વધીને રેકૉર્ડ હાઈ સપાટીએ પહોંચી હતી, જ્યારે ઇમ્ર્પોટ પણ જાન્યુઆરીમાં ૨.૩ ટકા વધીને ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચી હતી. બ્રેકઝિટ ડીલ અંગે યુરોપિયન યુનિયને મંજૂરી આપતાં પાઉન્ડ સુધર્યો હતો અને ડૉલર ૦.૨ ટકા ઘટતાં સોનું ઘટેલા ભાવથી મંગળવારે સુધર્યું હતું.


શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

બ્રેકઝિટ ડીલ બાબતે બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર થેરેસા મેના અથાગ પ્રયાસોના પરિણામ-સ્વરૂપ યુરોપિયન યુનિયને હાલ ડાઇવૉર્સ ડીલ બાબતે પૉઝિટિવ સ્ટૅન્ડ લીધું છે, જેને કારણે બ્રિટનમાં પૉલિટિકલ ક્રાઇસિસની શક્યતા હાલ ઘટી છે, પણ ગ્લોબલ સ્લોડાઉન બાબતે હજુ ચિત્ર સ્પષ્ટ થયું ન હોવાથી સોનામાં મોટી મંદીની શક્યતા બહુ જ ઓછી દેખાય છે. આ ઉપરાંત અનેક દેશોની સેન્ટ્રલ બૅન્કોની સોનાની ખરીદી ચાલુ હોવાથી ફિઝિકલ ડિમાન્ડનો સર્પોટ સોનાને હજુ લાંબો સમય મળતો રહેવાનો છે. ચીને છેલ્લા ત્રણ મહિનામાં ૩૨ ટન સોનું ખરીદીને રશિયા-કઝાકિસ્તાનની એકધારી ખરીદીને પાછળ છોડી દીધી હતી. રશિયાએ જાન્યુઆરીમાં ૬.૨ ટન અને કઝાકિસ્તાને જાન્યુઆરીમાં ૨.૮ ટન જ સોનું ખરીદ્યું હતું. ૨૦૧૮માં સેન્ટ્રલ બૅન્કોએ ૬૫૧.૫ ટન સોનું ખરીદ કર્યું હતું જો આ ટ્રેન્ડ ૨૦૧૯માં ચાલુ રહેશે તો સોનું ૧૩૦૦ ડૉલરથી ઘટવું મુશ્કેલ છે.


આ પણ વાંચોઃ સ્ટીલમાં તેજી : ભાવમાં ૨૦૦૦ રૂપિયાનો તોળાતો ભાવવધારો

સોનાની રિઝર્વ ધરાવવામાં ભારતનો વર્લ્ડમાં ૧૧મો ક્રમ રહ્યો

ગોલ્ડ હોલ્ડિંગ એટલે કે સોનાની રિઝર્વ  ધવવામાં ભારતે હવે ૧૧મો ક્રમ હાંસલ કર્યો છે. વિfવમાં અમેરિકા સૌથી વધુ ૮૧૩૩.૫ ટન, બીજા ક્રમે જર્મની ૩૩૬૯.૭ ટન, આઇએમએફ (ઇન્ટરનૅશનલ મોનેટરી ફંડ) ૨૮૧૪ ટન, ઇટલી ૨૪૫૧.૮ ટન, ફ્રાન્સ ૨૪૩૬ ટન, રશિયા ૨૧૧૯.૨ ટન, ચીન ૧૮૭૪ ટન, સ્વિત્ઝરલૅન્ડ ૧૦૪૦ ટન, જપાન ૭૬૫.૨ ટન, નેધરલૅન્ડ ૬૧૨.૫ ટન બાદ અગિયારમા ક્રમે ભારત ૬૦૭ ટન સોનાની રિઝવર્‍ ધરાવે છે. તમામ દેશોની ગણતરી કરીએ તો ભારતનો દસમો ક્રમ આવે છે. જાન્યુઆરી મહિનામાં વલ્ર્ડની સેન્ટ્રલ બૅન્કોએ ૪૮ ટન સોનું ખરીદ્યું હતું અને એની સામે ૧૩ ટન સોનું વેચ્યું હતું.  

Whatsapp-channel Whatsapp-channel

13 March, 2019 09:35 AM IST | | બુલિયન બુલેટિનઃ મયૂર મહેતા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK