LVMHના ચૅરમૅન બર્નાર્ડ અર્નોલ્ટ દુનિયાની બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ

18 July, 2019 12:13 PM IST  |  પેરિસ

LVMHના ચૅરમૅન બર્નાર્ડ અર્નોલ્ટ દુનિયાની બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ

બર્નાર્ડ અર્નોલ્ટ

લક્ઝુરિયસ ગુડ્‌સ કંપની એલવીએમએચના ચૅરમૅન બર્નાર્ડ અર્નોલ્ટ દુનિયાની બીજા નંબરની સૌથી અમીર વ્યક્તિ છે. બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સમાં માઈક્રોસોફ્ટના કૉ-ફાઉન્ડર બિલ ગેટ્‌સ ત્રીજા નંબરે આવી ગયા છે. એલવીએમએચના શૅરમાં ૧.૩૮ ટકાનો વધારો આવવાથી અર્નોલ્ટની નેટવર્થ મંગળવારે ૧૦૮ અબજ ડૉલર (૭.૪૫ લાખ કરોડ રૂપિયા) થઈ ગઈ છે. ગેટ્‌સની નેટવર્થ ૧૦૭ અબજ ડૉલર (૭.૩૮ લાખ કરોડ રૂપિયા) છે. જોકે એમેઝોનના વડા જેફ બિઝોસ હજી વિશ્વના નંબર વન ધનકુબેર છે. તેમની નેટ વર્ષે ૧૨૫ અબજ ડૉલર છે.

બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સના ૭ વર્ષમાં પહેલીવાર ગેટ્સ ત્રીજા નંબરે આવી ગયા છે. તેમાં સામેલ દુનિયાના ૫૦૦ અમીરોની નેટવર્થ રોજ અમેરિકન શૅરબજાર બંધ થયા પછી અપડેટ કરવામાં આવે છે.

ઈન્ડેક્સમાં સામેલ અબજપતિઓમાં અર્નોલ્ટની નેટવર્થમાં આ વર્ષે સૌથી વધારે ૨.૬૯ લાખ કરોડનો વધારો થયો છે. તેમની નેટવર્થ ફ્રાન્સના જીડીપીના ૩ ટકા છે.

આ પણ વાંચો : અનિલ અંબાણી માટે ફરીથી સંકટ મોચન બનીને આવશે આ વ્યક્તિ, Rcom ને ખરીદી શકે છે

અર્નોલ્ટ ગયા મહિને સેન્ટીબિલેનિયર (૧૦૦ અબજ ડૉલર નેટવર્થ) ક્લબમાં સામેલ થયા હતા. દુનિયામાં આવી માત્ર ૩ વ્યક્તિ છે. બેજોસ, ગેટ્‌સ અને અર્નોલ્ટની સંયુક્ત નેટવર્થ અમેરિકન શૅરબજારના એનએન્ડપી ૫૦૦ ઈન્ડેક્સમાં સામેલ દરેક કંપની કરતાં વધારે છે. વોલમાર્ટ, એક્સોન મોબિલ કોર્પ અને વોલ્ટ ડિઝની જેવી કંપનીઓ આ ઈન્ડેક્સમાં સામેલ છે.

business news