Credit Card પૈસા ઉપાડતા પહેલા જાણી લો આ નિયમ, લાગે છે મોટો ચાર્જ

30 June, 2019 07:55 PM IST  |  મુંબઈ

Credit Card પૈસા ઉપાડતા પહેલા જાણી લો આ નિયમ, લાગે છે મોટો ચાર્જ

ક્રેડિટ કાર્ડ સૌથી સારી ફાઈનાન્સિયલ પ્રોડક્ટ છે, જેના દ્વારા કોઈ વ્યક્તિ બેન્ક અને ક્રેડિટ કાર્ડ જાહેર કરનારી કંપનીઓ તરફથી ફિક્સ લિમિટ સુધી ઓછામાં ઓછા સમય સુધી વ્યાજ ફ્રી લોનનો ફાયદો ઉઠાવી શકાય છે. 55થી 60 દિવસ સુધી ક્રેડિટ લિમિટ સુધી વ્યાજફ્રી ક્રેડિટ સાથે, ક્રેડિટ કાર્ડ એડવાન્સ કૅશ, વીથડ્રોઅલની સુવિધા આપે છે. ક્રેડિટ કાર્ડ ક2શ વિથડ્રોઅલર સુવિધા સાથે એક વ્યક્તિ જે તે સમયે ક્રેડિટ લિમિટ સુધી નક્કી અમાઉન્ટ ઉપાડી શકે છે.

કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બેન્કના એટીએમમાંથી કૅશ કાઢી શકે છે, જેના દ્વારા ઓછી અમાઉન્ટની લોન મળી શકે છે. ક્રેડિટ કાર્ડથી પૈસા ઉપાડવાના અલગ નિયમ અને જુદી કંડીશન્સ છે. તમામ બેન્કોમાંથી ઉપાડેલા પૈસા પર વ્યાજ, કૅશ એડવાન્સ ચાર્જ અને ફાઈનાન્સ ચાર્જ લગાવવાની અનુમતિ છે. ફાઈનાન્સિયલ કંપનીઝ પણ કૅશ ઉપાડવાની લિમિટ પર લેટ પેમેન્ટ કરવા પર ચાર્જ લાગે છે.

ફાઈનાન્સિયલ એક્સપર્ટના કહેવા પ્રમાણે ક્રેડિટ કાર્ડથી કૅશ ન ઉપાડવી જોઈએ, કારણ કે તે અન્ય લોન સુવિધા જેમ કે પર્સનલ લોન, હોમ લોન, વ્હિકલ લોન, એજ્યુકેશન લોન અને ગોલ્ડ લોન કરતા વધુ મોંઘુ છે. સામાન્ય રીતે ક્રેડિટ કાર્ડથી કૅશ ઉપાડવા પર 1.5 ટકાથી 3 ટકા સુધી એક નક્કી અમાન્ટ એટલે કે 300થી 500 રૂપિયા સુધી કૅશ એડવાન્સ ચાર્જ કરવામાં આવે છે.

ગાઈડલાઈન્સ પ્રમાણે બેન્ક, નાની ફાઈનાન્સિયલ કંપનીઝ અને અન્ય ક્રેડિટ કાર્ડ આપતી કંપનીઓ ક્રેડિટ કાર્ડ દ્વારા કૅશ ઉપાડવા પર દર વર્ષે 18 વર્ષથી 44 ટકા સુધી વ્યાજ વસુલ છે, જે દર મહિને 1.5 ટકાથી 3.6 ટકા વચ્ચે હોય છે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે ક્રેડિટ કાર્ડથી ઉપાડેલી કૅશ વ્યાજ ફ્રી નથી અને જ્યાં સુધી તે અમાઉન્ટ પૂરેપૂરી ચૂકવી ન દો ત્યાં સુધી વ્યાજ લાગે છે.

જુદી જુદી બેન્કોના ફાઈનાન્સિયલ ચાર્જ જુદા જુદા હોય છે, જ્યારે કેટલીક બેન્કો ફાઈનાન્સ ચાર્જ જ નથી લેતી. જો કોઈ વ્યક્તિ ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટની ડ્યૂ ડેટ પર કે તેની પહેલા કૅશ ઉપાડે તો અને પૂરેપુરુ બિલ ન ચૂકવી દે તો લેટ પેમેન્ટ ચાર્જ પણ લાગે છે, જે 12 ટકાથી 30 ટકા વચ્ચે હોય છે. એટલે એક વ્યક્તિએ ક્રેડિટ કાર્ડથી પૈસા ઉપાડતા પહેલા આ ચાર્જ વિશે જાણી લેવું જોઈએ. ક્રેડિટ કાર્ડથી પૈસા ત્યારે જ ઉપાડવા જોઈએ જ્યારે તે ખૂબ જરૂરી હોય.

business news