JioFiber યૂઝર્સને હવે નહીં મળે પ્રીવ્યૂ ઑફર, જાણો કારણ

27 November, 2019 05:45 PM IST  |  Mumbai Desk

JioFiber યૂઝર્સને હવે નહીં મળે પ્રીવ્યૂ ઑફર, જાણો કારણ

ટેલિકૉમ કંપની Reliance Jio દેશના યૂઝર્સનું ઘ્યાન JioFiber તરફ લાવવા માગે છે. આ માટે કંપનીએ યૂઝર્સને શરૂઆતમાં ટેસ્ટિંગ સમયે Preview Offer ઉપલબ્ધ કરાવ્યું હતું. આ અંતર્ગત યૂઝર્સને ફ્રી સર્વિસેસ આપવામાં આવતી હતી. પણ હવે યૂઝર્સને આ ફ્રી સર્વિસ આપવામાં નહીં આવે. JioFiber વાપરનારા દરેક યૂઝરે પ્લાનની પસંદગી કરવી પડશે. JioFiber યૂઝર્સે પણ હવે નવા પેડ પ્લાન્સ લેવા પડશે. યૂઝર્સના પ્રીવ્યૂ ઑફર્સ પેડ પ્લાનમાં માઇગ્રેટ કરી દેવામાં આવશે. તો, કંપની કેટલાક ક્ષેત્રોમાં સેટ ટૉપ બૉક્સને પણ પેડ પ્લાન્સ સાથે આપવામાં આવી રહ્યા છે.

જેમને નથી ખબર તો તેમને જણાવીએ કે Reliance Jio પ્રીવ્યૂ ઑફર હેઠળ યૂઝર્સને 100 Mbpsની સ્પીડ પર 1.1TB FUP પ્રતિ મહિને આપવામાં આવે છે. આ માટે યૂઝર્સને કોઇપણ એક્સ્ટ્રા પેમેન્ટ કરવાની જરૂર નથી. આના કોમર્શિયલ લૉન્ચ પછી પણ લગભગ બે મહિનામાં સુધી આ ઑફર આપવામાં આવી. પણ હવે કંપની નવા યૂઝર્સને પેડ પ્લાન્સ જ ઑફર કરી રહી છે. સર્વિસ માટે યૂઝર્સને 2,500 રૂપિયાની વન ટાઇમ પેમેન્ટ કરવાની રહેશે. આમાં 1,500 રૂપિયા સિક્યોરિટી ડિપૉઝિટ અને 1,000 રૂપિયા નૉન-રિફંડેબલ ઇન્સ્ટૉલેશન ચાર્જ સામેલ છે.

Reliance JioFiber યૂઝર્સ માટે ઉપલબ્ધ છે આ પ્લાન્સ :
699 રૂપિયાનું બ્રૉન્ઝ પ્લાન છે. આમાં યૂઝર્સને 100Mbps સ્પીડની સાથે અનલિમિટેડ ડેટા આપવામાં આવશે. આમાં 100 જીબીની સાથે 50 જીબી એક્સ્ટ્રા હાઇસ્પીડ ડેટા આપવામાં આવશે. આની સાથે જ ફ્રી વૉઇલ કૉલિંગની સુવિધા આફવામાં આવી રહી છે. તો, ટીવી વીડિયો કૉલિંગ અને ગેમિંગ સર્વિસ પણ આ પ્લાનમાં જ સામેલ છે. તેનું દરવર્ષનું ચાર્જ 1,200 રૂપિયા છે. હોમ નેટવર્કિંગ સર્વિસ પણ આ પ્લાનમાં સામેલ છે.

999 રૂપિયાના ડિવાઇસ સિક્યોરિટી પ્લાનને આ પ્લાન હેઠળ 5 ડિવાઇસેઝમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. 3 મહિના માટે જિયોસિનેમા અને જિયોસાવનનું સબ્સ્ક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય વેલકમ ઑફર પણ આપવામાં આવી રહ્યું છે જેમાં હોમ ગેટવે અને સેટ ટૉપ બૉક્સ પણ સામેલ છે.

849 રૂપિયાનું સિલ્વર પ્લાન છે. આમાં યૂઝર્સને 100Mbps સ્પીડ સાથે અનલિમિટેડ ડેટા આપવામાં આવશે. આમાં 200 જીબીની સાથે સાથે 200 જીબી એક્સ્ટ્રા હાયસ્પીડ ડેટા આપવામાં આવશે. આની સાથે જ ફ્રી વૉઇસ કૉલિંગની સુવિધાપણ આપવામાં આવી રહી છે. બાકીના બધાં બેનિફિટ્સ એક જેવા જ છે.

આ પણ વાંચો : અમદાવાદના આર્ટિસ્ટ ક્રિતિકાએ ક્રીએટ કરેલા હૅલોવીન લૂક છે જબરદસ્ત,જોઈને ડરી ન જતા

1,299 રૂપિયાનું સિલ્વર પ્લાન છે. આમાં યૂઝર્સને 250Mbps સ્પીડ સાથે અનલિમિટેડ જેટા આપવામાં આવશે. આમાં 500 જીબીની સાથે 250 જીબી એક્સ્ટ્રા હાઇ સ્પીડ ડેટા આપવામાં આવશે. આની સાથે જ ફ્રી વૉઇસ કૉલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે. બાકીના બધાં બેનિફિટ્સ એક જેવા જ છે.

reliance business news