આટલા કરોડ જમા કરવા પર જ Jet Airwaysના નરેશ ગોયલ જઈ શક્શે વિદેશ

09 July, 2019 02:36 PM IST  |  દિલ્હી

આટલા કરોડ જમા કરવા પર જ Jet Airwaysના નરેશ ગોયલ જઈ શક્શે વિદેશ

નરેશ ગોયલ (File Photo)

જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલની મુસીબતો વધી રહી છે. હવે દિલ્હીની હાઈકોર્ટે મંગલવારે નરેશ ગોયલને વિદેશ જવાની પરવાનગી આપવાનો ઈનકાર કરી દીધો છે. આ સાથે જ હાઈકોર્ટે એવું પણ કહ્યું છે જો નરેશ ગોયલને વિદેશ જવું હોય તો પહેલા ગેરેંટી તરીકે 18 હજાર કરોડ રૂપિયા જમા કરાવવા પડશે. કોર્ટે ગોયલના નામે જાહેર થયેલા લુક આઉટ સર્ક્યુલર વિરુદ્ધ કરેલી અરજી પર સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી. કોર્ટે નરેશ ગોયલ વિરુદ્ધ જાહેર થયેલા લુક આઉટ સર્કય્ુલરને પડકારતી અરજી પર કેન્દ્ર સરકાર પાસે પણ જવાબ માગ્યો છે.

ગંભીર નાણાકીય સંકટ સામે લડી રહેલી અને હાલ ગ્રાઉન્ડેડ જેટ એરવેજના પૂર્વ ચેરમેન નરેશ ગોયલે લુકઆઉટ સર્ક્યુલરને પડકારી અરજીમાં કહ્યું છે કે તેમની સામે કોઈ FIR નથી નોંધાઈ. તમ છતાંય તેમને 25 મેના રોજ દુબઈ જતી ફ્લાઈટમાંથી ઉતારી દેવાયા હતા. તેમણે કહ્યું કે તેમને પોતાને લુક આઉટ સર્ક્યુલરની માહિતી જ 25 મેના રોજ મળી હતી, જ્યારે તે અને તેમના પત્ની અનીતા દુબઈ જઈ રહ્યા હતા, જ્યાંથી તેઓ લંડન જવાના હતા.

આ પણ વાંચોઃ નિવૃત્તિ માટેની તમારી તૈયારી કેટલી છે?

ઉલ્લેખનીય છે કે 25 મેના રોજ નરેશ ગોયલ અને તેમના પત્ની અનિતા ગોયલને વિદેશ જવાની પરવાનગી નહોતી અપાઈ. મુંબઈ એરપોર્ટ પર અનિતા ગોયલ અને નરેશ ગોયલને દુબઈ જતા વિમાનમાંથી ઉતારીને અટકાયત કરાઈ હતી. તેઓ દુબઈની એરલાીન્સ એમિરેટ્સની ફ્લાઈટ ઈકે 507થી દુબઈ જઈ રહ્યા હતા. મળતી માહિતી પ્રમાણે અધિકારીઓએ વિમાનમાં અનિતા ગોયલના નામે લોડ થયેલા સામાનને પણ ઉતારી લીધો હતો.

business news jet airways