જેટને બે અનસૉલિસિટેડ બિડ મળી, એકની હજી અપેક્ષા : એસબીઆઇ

11 May, 2019 09:38 AM IST  |  મુંબઈ

જેટને બે અનસૉલિસિટેડ બિડ મળી, એકની હજી અપેક્ષા : એસબીઆઇ

ધિરાણકર્તાઓને જેટ ઍરવેઝ માટે આજે બે અનસૉલિસિટેડ બિડ મળી હતી, જ્યારે ગ્રાઉન્ડેડ કૅરિયર્સને જીવંત રાખવા માટે હજી પણ વધુ એક બિડની અપેક્ષા સેવાઈ રહી છે એમ આજે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના ચૅરમૅન રજનીશ કુમારે જણાવ્યું હતું.

સ્ટેટ બૅન્ક સંચાલિત ૨૬ ધિરાણર્તાઓની કન્ર્સોટિયમ જે હવે ઍરલાઇનમાં ૫૧ ટકાનો હિસ્સો ધરાવે છે એણે ૮ અને ૧૨ એપ્રિલ દરમ્યાન ઇન્ટરેસ્ટ એક્સપ્રેશન્સ (ઈઓએલએસ) આમંત્રિત કરી હતી અને ચાર પ્રારંભિક બિડ મેળવી હતી. ચાર બિડ કરનારાઓ પ્રાઇવેટ ઇક્વિટી કંપનીઓ ઇન્ડિગો પાર્ટનર્સ અને ટીપીજી અને જેટના વ્યૂહાત્મક ભાગીદાર ઇતિહાદ અને એનઆઇઆઇએફની કોઈ પણ નાણાકીય બિડ રજૂ કરે એવી શક્યતા નથી. બે અનસૉલિસિટેડ બિડ કરનાર કંપનીઓએ જેટ માટે ઈઓએલ સુપરત કરી દીધી છે.

કુમારે પત્રકાર-પરિષદમાં વધુમાં જણાવ્યું હતું કે લેન્ડર કંપનીમાં ૩૧.૨-૭૫ ટકા હિસ્સો સંપૂર્ણ રીતે ઘટાડેલા ધોરણે ઑફર કરે છે. ઍરલાઇને લેન્ડરોને ૮૦૦૦ કરોડ રૂપિયા ચૂકવ્યા છે અને નાણાકીય તકલીફને લઈને જેટ ઍરવેઝે ૧૭ એપ્રિલે કામગીરી બંધ કરી હતી. ૨૫ માર્ચે ધિરાણકારો સાથે સોદાના ભાગરૂપે જેટના સ્થાપક નરેશ ગોયલને ર્બોડમાંથી નીકળવાની ફરજ પડી હતી. અગાઉ તેમણે ઍરલાઇનમાં રોકાણ માટે બિડ સુપરત કરવા માટે ફ્યુચર ટ્રેન્ડ કૅપિટલ સાથે ભાગીદારી કરી હતી જે પછીથી પાછી ખેંચી લીધી હતી, કારણ કે અન્ય લોકોએ વૉકઆઉટ કરવાની ચીમકી આપી હતી.

આ પણ વાંચોઃ મહિન્દ્રાએ XUV500 રેન્જમાં ન્યૂ બેઝ W3 વેરિઅન્ટ કર્યું લૉન્ચ

 

business news jet airways