JF ઍસેટ મૅનેજમેન્ટે સેબી સાથેના કેસની પતાવટ કરી

07 March, 2019 11:53 AM IST  | 

JF ઍસેટ મૅનેજમેન્ટે સેબી સાથેના કેસની પતાવટ કરી

સેબી

JP મૉર્ગન એસેટ મૅનેજમેન્ટની સબ્સિડિયરી કંપની JF ઍસેટ મૅનેજમેન્ટે મલ્ટિ-કૉમોડિટી એક્સચેન્જ (MCX)ના શૅર હસ્તગત કરવા માટે અરજી સુપરત કરવામાં કરેલા કથિત વિલંબ અંગે સેબી સાથે ચાલતા કેસની પતાવટ કરી છે. કંપનીએ સેબીના આદેશ પ્રમાણે ૫.૧૫ લાખ રૂપિયા ચૂકવીને કેસની પતાવટ કરી છે.

નિયામક સેબીને 20૧૭ના જાન્યુઆરી મહિનામાં પ્રથમદર્શી રીતે જાણ થઈ હતી કે JF ઍસેટ ઉપરાંત JP મૉર્ગન ઈસ્ટર્ન સ્મૉલર કંપનીઝ ફંડ, JP મૉર્ગન ઇન્ડિયન ઇન્વેસ્ટમેન્ટ કંપની (મોરિશિયસ) લિમિટેડ, JF ઇન્ડિયા ઍક્ટિવ ઓપન મધર ફંડ અને અન્યોએ MCXમાં ચોક્કસ સંખ્યામાં શૅર્સ પ્રાપ્ત કર્યા હતા. પરિણામે JF ઍસેટનું MCXમાં હોલ્ડિંગ બે ટકાથી અધિક થયું હતું, જે માટે કંપનીએ શૅર્સ પ્રાપ્ત કર્યાના ૧૫ દિવસમાં સેબીમાં મંજૂરી માટે અરજી કરવાની હતી. જોકે અરજી એક વર્ષથી અધિક સમય બાદ એટલે કે ૮ માર્ચ, 20૧૮ના રોજ કરવામાં આવી હતી એથી નિયમભંગ થયો હતો.

આ પણ વાંચો : ખાદ્ય તેલોમાં ચારથી છ મહિનામાં તેજીનો કરન્ટ દેખાશે : થૉમસ મિલ્કે

સેબીએ કારવાઈ ચાલુ કરતાં પૂર્વે સેટલમેન્ટ માટેની સમરી નોટિસ જાન્યુઆરી, 20૧૯માં મોકલી હતી એટલે કંપનીએ સેબીનાં તારણોની કબૂલાત કે ઇનકાર કર્યા વિના ૫.૧૫ લાખ રૂપિયાની ચુકવણી કરી કેસની પતાવટ કરી લીધી છે.

sebi