ડેબિટ કાર્ડને બદલે ક્રેડિટ કાર્ડ વાપરવું વધુ સલામત

18 November, 2019 12:56 PM IST  |  New Delhi

ડેબિટ કાર્ડને બદલે ક્રેડિટ કાર્ડ વાપરવું વધુ સલામત

ક્રેડિટ કાર્ડ

ઑનલાઇન ખરીદી કરતી વખતે મોટા ભાગના લોકો ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા થઈ ગયા છે. ઘણી વેબસાઇટ્‌સ ચુકવણી કરવા માટે કોઈ ચોક્કસ બૅન્કનાં ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા પર ઘણી વખત ભારે છૂટ, આકર્ષક કૅશબૅક્સ અને અન્ય ઑફર્સ આપે છે. એ ઉપરાંત માલ બુક કરતી વખતે કૅશ ઑન ડિલિવરી (સીઓડી)નો વિકલ્પ પણ છે. જ્યાં ઑનલાઇન વસ્તુઓનો ઑર્ડર કરીએ છીએ ત્યારે ચુકવણી કરીએ છીએ, પરંતુ કાર્ડનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવું જોઈએ. ચુકવણી માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે. ઘણા ગ્રાહકો દર વખતે ઑનલાઇન ખરીદી માટે તેમના ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે છે. જોકે ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી કરવાને બદલે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને તમે દેવાની જાળમાં ફસાવાથી બચી શકો છો, કારણ કે ડેબિટ કાર્ડ સીધું તમારા બૅન્ક-અકાઉન્ટ સાથે જોડાયેલું છે અને તમે ફક્ત તમારા ખાતામાં જમા કરેલાં નાણાંનો જ ઉપયોગ કરી શકો છો, પરંતુ ડેબિટ કાર્ડમાં છેતરપિંડીના કિસ્સામાં છેતરપિંડી કરનારાઓ તમારા બૅન્ક-અકાઉન્ટમાંથી તમામ પૈસા ઉપાડી શકે છે.

એટીએમમાંથી રોકડ ઉપાડવાનો, પેટ્રોલ પમ્પ પર ચુકવણી કરવા, રેસ્ટોરાં, મૂવીઝ વગેરેમાં બિલ ચૂકવવાનો સૌથી સહેલો રસ્તો ડેબિટ કાર્ડ્સ છે. જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો મહિનાના અંતમાં ક્રેડિટ કાર્ડના બિલ ભરતા હો ત્યાં સુધી તમે ક્રેડિટ કાર્ડના પૈસા ખર્ચ કરશો.

ક્રેડિટ કાર્ડ કંપનીઓ કાર્ડના ઉપયોગ પર ઘણા સોદા કરે છે. કેટલાંક મૂવી-વાઉચર, ફ્યુઅલ-ડિસ્કાઉન્ટ, કૅશબૅક ઑફર કે ઇનામ પૉઇન્ટ આપે છે, પરંતુ ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે તમને આમાંથી કોઈ ઑફર ભાગ્યે જ મળે છે. જો તમે તએના યોગ્ય ઉપયોગ વિશે જાગ્રત હો તો ક્રેડિટ કાર્ડ તમારા માટે સારું રહે છે.

business news