સેન્સેક્સ 151 અંક ગબડ્યો નિફ્ટી 10900ની નીચે બંધ, IOC રહ્યું ટૉપ ગેનર

11 February, 2019 06:28 PM IST  | 

સેન્સેક્સ 151 અંક ગબડ્યો નિફ્ટી 10900ની નીચે બંધ, IOC રહ્યું ટૉપ ગેનર

પ્રતીકાત્મક તસવીર

સોમવારે કારોબારી સત્રમાં શૅર બજાર ઘટાડા સાથે બંધ થયું. દિવસનું કારોબાર પૂર્ણ થતાં સેન્સેક્સ 151 અંકોના ઘટાડા સાથે 36,395 પર અને નિફ્ટી 54 અંકના ઘટાડા સાથે 10,888 પર બંધ થયું. નિફ્ટી 50માં શુમાર 50 શૅર્સમાંથી 21 લીલા અને 29 લાલ નિશાનીમાં કારોબાર કરીને બંધ થયા. ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીનો મિડકેપ 1.54 ટકાના ઘટાડા અને સ્મૉલકેપ 1.59 ટકાના ઘટાડા સાથે બંધ થયું.

સેક્ટોરિયલ ઇન્ડેક્સનો હાલ - આજનો કારબાર પૂરો થતાં નિફટી ઑટો 1.19 ટકાનો ઘટાડો, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.45 ટકા ઘટાડો, નિફ્ટી FMCG, નિફ્ટી ફાર્મા 1.63 ટકાનો ઘટાડો અને નિફ્ટી રિયેલિટી 1.01 ટકાના ઘટાડા સાથે માર્કેટ બંધ થઈ.

આ પણ વાંચો : શૅરબજારની કમજોર શરૂઆત, સેન્સેક્સમાં 158 અંકનો ઘટાડો

ટૉપ ગેનર-ટૉપ લૂઝર - આજની માર્કેટમાં IOC 2.39 ટકાની તેજી સાથે, ટાટા સ્ટીલ 2.35ની તેજી સાથે, સિપ્લા 1.68ની તેજી સાથે, ટાટા મોટર્સ 1.53 ટકાની તેજી સાથે અને જીલ 1.39 ટકાની તેજી સાથે ટૉપ ગેનર છે. તો બીજી બાજુ ડૉ. રેડ્ડી 5.59 ટકાના ઘટાડા, એમ એન્ડ એમ 4.71 ટકાનો ઘટાડો, ઓએનજીસી 4.09 ટકાનો ઘટાડો, હિંડાલ્કો 3.11 ટકાનો ઘટાડો અને અલ્ટ્રાટેક 2.95 ટકાના ઘટાડા સાથે ટૉપ લૂઝર છે.