શૅરબજારની સારી શરૂઆત, સેન્સેક્સમાં 135 અંકનો ઉછાળો

24 April, 2019 10:17 AM IST  | 

શૅરબજારની સારી શરૂઆત, સેન્સેક્સમાં 135 અંકનો ઉછાળો

શૅરબજારની સારી શરૂઆત

બુધવારના કોરાબારી સત્રમાં ભારતીય શૅર બજારે સારી શરૂઆત કરી છે. સવારના સેન્સેક્સ 135 અંકના ઉછાળાની સાથે 38,700ના સ્તર પર અને નિફ્ટી 23 અંકોની તેજી સાથે 11,599ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. નિફ્ટી 50 શેર્સની વાત કરીએ તો 33 લીલા નિશાનમાં, 16 લાલ નિશાનમાં અને એક પરિવર્તન વગર કારોબાર કરી રહ્યા છે. જો ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.28%ની તેજી અને સ્મોલકેપ 0.31%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.

નોંધનીય છે કે મંગળવારના કારોબારમાં સેન્સેક્સ 80 અંકોના ઘટાડા સાથે 38,564 પર અને નિફ્ટી 18 અંકોની કમજોરી સાથે 11,575 પર કારોબાર કરી બંધ થયું હતું.

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો લગભગ સવારે સાડા નવ નિફ્ટી ઑટો 0.21%નો ઘટાડો, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.40%ની તેજી, નિફ્ટી એફએમસીજી 0.02%નો ઘટાડો, નિફ્ટી આઈટી 0.29%ની તેજી, નિફ્ટી મેટલ 0.33%નો ઘટાડો, નિફ્ટી પાર્મા 0.06%ની તેજી અને નિફ્ટી રિયલ્ટી 0.80%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.

વૈશ્વિક બજારના હાલ પર નજર કરીએ તો આજે બધા પ્રમુખ એશિયાઈ બજારોએ સુસ્ત શરૂઆત કરી છે. સવારે 9 વાગ્યે જાપાનના નિક્કેઈ 0.02%ના ઘટાડા સાથે 22254 પર, ચીનના શાંઘાઈ 0.79%ના ઘટાડા સાથે 3173 પર, હેન્ગસેન્ગ 0.70%ના ઘટાડા સાથે 29754 પર અને તાઈવાનના કૉસ્પી 0.98%ના ઘટાડા સાથે 2198ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યા અમેરિકા બજારના વાત કરીએ તો કાલે ડાઓ જોોન્સ 0.55%ની તેજી સાથે 26656 પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 0.88%ની તેજી સાથે 2933 પર અને નાસ્ડેક 1.32%ની તેજી સાથે 8120ના સ્તર પર કારોબાર કરી બંધ થયા હતા. 

sensex bombay stock exchange national stock exchange