ઇલેક્ટિક વાહનોનો અભિગમ મહત્વકાંક્ષીની સાથે વ્યવહારી પણ હોવા જોઇએ : SIAM

10 June, 2019 08:27 PM IST  |  મુંબઈ

ઇલેક્ટિક વાહનોનો અભિગમ મહત્વકાંક્ષીની સાથે વ્યવહારી પણ હોવા જોઇએ : SIAM

ઇલેક્ટ્રિક વાહન

નરેન્દ્ર મોદી બીજીવાર વડાપ્રધાન બન્યા બાદ નવી સરકાર બનાવી લીધી છે. ત્યારે આ નવી સરકાર હવે અનેક નવા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. જેમાં એક પ્રોજેક્ટ ઇલેક્ટ્રિક વાહનોનો છે. જેને લઇને સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ (SIAM) એ ચેતવણી આપી છે. આ સંસ્થા (SIAM) ના પ્રેસિડન્ટ રાજન વાઢેરે એવી ચેતવણી આપી હતી કે મહત્ત્વાકાંક્ષાને પૂરી કરવા વ્યવહારિક અભિગમની જરૂરી પડશે અને ઓટોમોટિવ ઉદ્યોગે બિનજરૂરી ફેરફાર કર્યા વિના શક્ય હોય એવા ઉપાયો કરવાની જરૂર છે.


ઓટોમોટિવ ઉદ્યોગને ગતીમાં લાવવા માટે 70-80 હજાર કરોડનું રોકાણ જરૂરી
હાલ ઓટોમોટિવ ઉદ્યોગ BS VI નિયમોનું પાલન કરવા હરણફાળ ભરવા વિવિધ પડકારોનો સામનો કરે છે. આ માટે ઉદ્યોગે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને રૂ. 70,000-80,000 કરોડનાં જંગી રોકાણની જરૂર પડશે. આ રોકાણ પરત મળે એ અગાઉ સરકારે વર્ષ 2023 સુધીનાં ટૂંકા ગાળાની અંદર આઇસીઈ આધારિત થ્રી વ્હીલર્સનાં વેચાણ પર પ્રતિબંધ મૂકવાની અને વર્ષ 2025 સુધીમાં 150સીસીથી ઓછા 2 વ્હીલર્સનાં પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત રજૂ કરી છે. આ કસમયે રજૂ કરવામાં આવેલી તદ્દન અવ્યવહારિક દરખાસ્ત છે એવું વાઢેરાએ જણાવ્યું હતું.



ઓટોમોટિવ ઉદ્યોગની કરોડરજ્જુ લઘુ અને મધ્યમ ક્ષેત્ર છે
SIAM ના પ્રેસિડન્ટ રાજન વાઢેરાએ કહ્યું હતું કે, ઓટોમોટિવ ઉદ્યોગની સાચી કરોડરજ્જુ લઘુ અને મધ્યમ ક્ષેત્ર છે, જેમાં મોટી સંખ્યામાં કમ્પોનેન્ટ સપ્લાયર્સ ટૂ/થ્રી વ્હીલર સેગમેન્ટને સપોર્ટ કરે છે. જ્યારે વર્ષ 2023 અને 2025 સુધીમાં 2/3 વ્હીલને 100% EVમાં પરિવર્તિત કરવાનો વિચાર કરવામાં આવે છે, ત્યારે દેશમાં કોઈ પણ પક્ષ ઉદ્યોગ, સરકાર કે સપ્લાયર્સ EVનો અર્થપૂર્ણ અનુભવ ધરાવતાં નથી. હાલની સ્થિતિમાં EV તરફ પરિવર્તનને વેગ આપતી કોઈ પણ નીતિ મોટાં ફેરફારોને પ્રેરિત કરશે, જેનાથી ઓટો ઉદ્યોગને નોંધપાત્ર નુકસાન થઈ શકે છે અને આ એમએસએમઇની સંપૂર્ણ ઇકોસિસ્ટમને મોટો ફટકો આપશે, જેનાં પરિણામે રોજગારીનાં સર્જનને નકારાત્મક અસર થશે.



વાઢેરાએ કહ્યું હતું કે, ભારતનાં ઉત્પાદન ક્ષેત્રમાં એકમાત્ર સફળતા ઓટો ઉદ્યોગને મળી છે. EV ટેકનોલોજીઓ આટલા ટૂંકા ગાળાની અંદર માગને સંપૂર્ણપણે બદલશે એવી આશામાં આગામી 5થી 6 વર્ષની અંદર પરિપક્વ ઓટોમોટિવ ટેકનોલોજીઓ પર પ્રતિબંધ મૂકવાની બિનજરૂરી ઉતાવળ દ્વારા આ સફળતાની ગાથાને અસર ન થવી જોઈએ. આ પ્રકારની અવાસ્તવિક અપેક્ષાઓ અને નીતિઓથી વિશ્વનાં નંબર 1 ટૂ/થ્રી વ્હીલર ઉદ્યોગને નુકસાનકારક અસર થવાની સાથે ગ્રાહક અને બજારમાં ઇલેક્ટ્રિક વ્હિકલની સ્વીકાર્યતા ઊભી કરવામાં મદદ પણ નહીં થાય.

business news