સેન્સેક્સ 66 અંક વધારા સાથે ખુલ્યું, નિફ્ટી 11,860 નીચે

27 June, 2019 10:11 AM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

સેન્સેક્સ 66 અંક વધારા સાથે ખુલ્યું, નિફ્ટી 11,860 નીચે

સેન્સેક્સ 66 અંક વધારા સાથે ખુલ્યું

આજના કારોબારી દિવસે ભારતીય શૅર બજારોમાં વધારા સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. નિફ્ટી 11860ની ઉપર છે જ્યારે સેન્સેક્સમાં 65.98 અંકનો વધારો દેખાયો છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.2%ની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.22 ટકા મજબૂતી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.26 ટકાનો વધારો જોવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.23 ટકા વધ્યા છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 65.98 અંક એટલે કે 0.17%ના વધારાની સાથે 39658.06ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 19.40 અંક એટલે કે 0.16% વધીને 11866.90ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

મેટલ, પીએસયુ બેન્ક, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયલ્ટી, બેન્કિંગ અને ફાઈનાન્સ શેરોમાં ખરીદારી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.23 વધારાની સાથે 31233.65 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે ફાર્મા શેરમાં વેચવાલી દેખાઈ રહી છે.

sensex nifty bombay stock exchange national stock exchange business news