સેન્સેક્સ 142 અંક તૂટ્યું, નિફ્ટી ઘટાડા સાથે 11,303 પર

09 May, 2019 10:05 AM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

સેન્સેક્સ 142 અંક તૂટ્યું, નિફ્ટી ઘટાડા સાથે 11,303 પર

શૅર બજારે ઘટાડા સાથે શરૂઆત કરી

ગુરૂવારના કારોબારી સત્રમાં શૅર બજારે ઘટાડા સાથે શરૂઆત કરી છે. સવારે 9 વાગીને 17 મિનિટ પર સેન્સેક્સ 142 અંકોના ઘટાડા સાથે 37,647ના સ્તર પર અને નિફ્ટી 56 અંકોની કમજોરી સાથે 11,303ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. નિફ્ટી 50 શેર્સમાંથી 7 લીલા અને 43 લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.23%નો ઘટાડો અને સ્મૉલકેપ 0.18%ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. નોંધનીય છે કે બુધવારનો કારોબાર પૂરો થતા સેન્સેક્સ 487 અંકોના ઘટાડા સાથે 37,789ના સ્તર પર અને નિફ્ટી 138 અંક તૂટીને 11,359ના સ્તર પર કારોબાર કરી બંધ થયું હતું.

આજના કારોબારમાં સવારે સાડા નવ વાગ્યે નિફ્ટી ઑટો 0.15%નો ઘટાડો, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.44%નો ઘટાડો. નિફ્ટી એફએમસીજી 0.49%નો ઘટાડો, નિફ્ટી આઈટી 0.13%ની તેજી, નિફ્ટી મેટલ 0.11%ની તેજી, નિફ્ટી ફાર્મા 0.72%નો ઘટાડો અને નિફ્ટી રિયલ્ટી 0.08%ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. 

વૈશ્વિક બજારનો હાલ જોઈએ તો આજના કારોબારમાં બધા એશિયાઈ બજારોએ ઘટાડા સાથે શરૂઆત કરી છે. સવારે 9 વાગ્યે જાપાનના નિક્કેઈ 1.24%ના ઘટાડા સાથે 21334 પર, ચીનના શાંઘાઈ 1.19%ના ઘટાડા સાથે 2859 પર, હેન્ગસેન્ગ 1.67%ના ઘટાડા સાથે 28520ના સ્તર પર અને તાઈવાનના કૉસ્પી 1.22%ના ઘટાડા સાથે 2141ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યાં અમેરિકા બજારની વાાત કરીએ તો વીતેલા દિવસે ડાઓ જોન્સ 0.01%ની તેજી સાથે 25967ના સ્તર પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 0.16%ના ઘટાડા સાથે 2879ના સ્તર પર અને નાસ્ડેક 0.26%ના ઘટાડા સાથે 7943ના સ્તર પર કારોબાર કરી બંધ થયા હતા. 

sensex bombay stock exchange national stock exchange