સેન્સેક્સ 358 અંકોની તેજી સાથે બંધ, નિફ્ટી 11062 પર

06 February, 2019 04:15 PM IST  | 

સેન્સેક્સ 358 અંકોની તેજી સાથે બંધ, નિફ્ટી 11062 પર

સેન્સેક્સમાં ઝડપી વધારો

બુધવારના કારોબારી દિવસે ભારતીય બજારમાં તેજી નજર આવી. સવારે 245 અંકોના વધારા સાથે ઓપન થયેલો માર્કેટ દિવસના અંતમાં પણ જબરદસ્ત તેજી સાથે બંધ થયો છે. મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ 358 અંકોની તેજી સાથે 36,975 પર બંધ થયો છે જ્યાં નિફ્ટી 128 અંકોની તેજી સાથે 11,062 પર બંધ થયો છે. 

નિફ્ટી 50 શેર્સમાંથી 42 લીલા અને 8 લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.11%નો ઘટાડો અને સ્મૉલકેપ 0.16%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. 

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો સવારે સાડા નવ વાગ્યે નિફ્ટી ઑટો 0.30%ની તેજી, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.31%ની તેજી, નિફ્ટી એફએમસીજી 0.32%ની તેજી, નિફ્ટી આઈટી 1.13%ની તેજી, નિફ્ટી મેટલ 0.31%ની તેજી અને નિફ્ટી રિયલ્ટી 0.45%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. 

વૈશ્વિક બજારનો હાલ જોઈએ તો બુધવારના કારોબારી સત્રમાં ભારતીય શૅરબજારે સારી શરૂઆત કરી છે. દિવસના લગભગ 9 વાગ્યે જાપાનના નિક્કેઈ 0.54%ની તેજી સાથે 20957 પર, ચીનના શાંઘાઈ 1.30%ની તેજી  સાથે 2618 પર, હેન્ગસેન્ગ 0.21%ની તેજી સાથે 27990 પર અને તાઈવાનના કૉસ્પી 0.06%ના ઘટાડા સાથે 2203 પર કારોબાર કરી રહ્યા છે. જ્યાં જો અમેરિકા બજારની વાત કરીએ તો કાલે ડાઓ  જોન્સ 0.68%ની તેજી  સાથે 25411 પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 0.47%ની તેજી સાથે 2737 પર અને નાસ્ડેક 0.74%ની તેજી સાથે 7402 પર કારોબાર કરીને બંધ થયા હતા. 

sensex bombay stock exchange national stock exchange