સેન્સેક્સમાં 164 અંકોની તેજી, નિફ્ટી 11650ની પાર બંધ

01 April, 2019 04:53 PM IST  | 

સેન્સેક્સમાં 164 અંકોની તેજી, નિફ્ટી 11650ની પાર બંધ

સેન્સેક્સમાં તેજી

સોમવારના કારોબારી સત્રમાં ભારતીય શૅર બજાર દિવસમાં ઐતિહાસિક સ્તર પાર કર્યા બાદ તેજી સાથે કારોબાર બંધ થયો છે. દિવસો કારોબાર પૂરો થવા પર સેન્સેક્સ 164 અંકોની તેજ સાથ 38,837 પર અને નિફ્ટી 31 અંકોની તેજી સાથે 11,655 પર કારોબાર બંધ થયો છે. નિફ્ટી 50 શેર્સમાંથી 28 લીલા અને 22 લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.16%ની તેજી અને સ્મૉલકેપ 0.91%ની તેજી સાથે કારોબાર બંધ થયો છે.

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો આજના કારોબારમાં નિફ્ટી ઑટો 0.91%ની તેજી, ફાઈનાન્સ સર્વિસ 0.64%નો ઘટાડો, નિફ્ટી એફએમસીજી 0.46%નો ઘટાડો, નિફ્ટી આઈટી 1.33%ની તેજી, નિફ્ટી મેટલ 1.84%ની તેજી, નિફ્ટી ફાર્મા 0.44%ની તેજી અને નિફ્ટી રિયલ્ટી 0.87%ના ઘટાડા સાથે કારોબાર બંધ થયો છે.

નિફ્ટી 50ની વાત કરીએ તો આજના કારોબારમાં ટાટા મોટર્સ 7.49%ની તેજી, હિન્ડાલ્કો 5.28%ની તેજી, ભારતી એરટેલ 2.97%ની તેજી, વિપ્રો 2.69%ની તેજી અને મારૂતિ 2.51%ની તેજી સાથે ટૉપ ગેનર રહ્યા છે. જ્યા બીજી તરફ જીલ 3.28%નો ઘટાડો, યૂપીએલ 2.80%નો ઘટાડો, આઈશર મોટર્સ 2.59%નો ઘટાડો, આઈઓસી 2.55%નો ઘટાડો અને ઈન્ડસઈન્ડ બેન્ક 2.23%ના ઘટાડા સાથે ટૉપ લૂઝર રહ્યા છે.

વૈશ્વિક બજારનો હાલ જોઈએ તો સોમવારના કારોબારમાં એશિયાઈ બજારોએ મજબૂત શરૂઆત કરી છે. સવારે 9 વાગ્યે જાપાનના નિક્કેઈ 2.23%ની તેજી સાથે 21679 પર, ચીનના શાંઘાઈ 2.01%ની તેજી સાથે 3152 પર, હેન્ગસેન્ગ 1.68%ની તેજી સાથે 29540 પર અને તાઈવાનના કૉસ્પી 1.26%ની તેજી સાથે 2167 પર કરોબાર કરી રહ્યા છે. અમેરિકા બજારની વાત કરીએ તો વીતેલા દિવસે ડાઓ જોન્સ 0.82%ની તેજી સાથે 25928 પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 0.67%ની તેજી સાથે 2834 પર નાસ્ડેક 0.78%ની તેજી સાથે 7729 પર કારોબાર કરી બંધ થયા છે.

sensex bombay stock exchange national stock exchange