IndiGoએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉડાન ભરી, દિલ્હી- ઇસ્તાનબુલની સેવા શરૂ કરી

22 March, 2019 06:14 PM IST  |  નવી દિલ્હી

IndiGoએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉડાન ભરી, દિલ્હી- ઇસ્તાનબુલની સેવા શરૂ કરી

IndiGo (File Photo)

ભારતીય એરવેઝ માર્કેટમાં બહુ ઓછા સમયમાં મોટું માર્કેટ કવર કરનારી અને લોકોને સસ્તી સેવા આપનારી ભારતીય એરલાઇન્સ કંપની ઇન્ડિગોએ પોતાની સર્વિસમાં નવી સેવા શરૂ કરી છે. ઇન્ડિગોએ હવે દિલ્હીથી ઇસ્તાનબુલની સેવા શરૂ કરી છે. આ સાથે કંપનીએ કહ્યું છે કે તેમનો લક્ષ્યાંક વધુમાં વધુ ભારતીય શહેરોને જોડવાનો પ્રયાસ છે. આવનારા સમયમાં ઇન્ડિગોએ ભારતના વિવિધ શહેરોમાંથી આંતરરાષ્ટ્રીય શહેરોમાં સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે.

વિયેતનામ, મ્યાનમાર અને
UAE માં જલ્દી સેવા શરૂ થઇ શકે છે
દિલ્હીથી ઇસ્તાનબુલની સેવા શરૂ કર્યા બાદ ઇન્ડિગો એરવેઝના ઉચ્ચ અધિકારી વિલિયમ વોલ્ટરે બુધવારે જણાવ્યું હતું કે અમે સાઉથ અને પુર્વ એશિયામાં વધુને વધુ સેવાઓ શરૂ કરવા પર અમે ગંભીરતાથી વિચારી રહ્યા છીએ. જોકે હાલ કરવામાં આવેલા સર્વેમાં વિયેતનામ અને મ્યાનમારમાં અમને વધુ વિકલ્પો દેખાઇ રહ્યા છે. જેને પગલે અમે આવનારા દિવસોમાં વિયેતનામ અને મ્યાનમારમાં હવાઇ સેવા શરૂ કરવા પર ગંભીરતાથી વિચારી રહ્યા છીએ. તો બીજી તરફ અમે સાઉદી અરબમાં પણ બહુ જલ્દીથી અમારી સેવા શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ.

ચીનમાં પણ જલ્દી સેવા શરૂ કરવામાં આવશે
ઇન્ડિગોના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમે ચીનમાં પણ અમેરી સેવા શરૂ કરવાનું ગંભીરતાથી વિચારી રહ્યા છીએ. જેટલું જલ્દી થઇ શકે તેટલુ અમે ચીનમાં અમારી સેવા શરૂ કરીશું. વોલ્ટરે વધુમાં કહ્યું હતું કે ભારત દર સપ્તાહે ચીનમાં પાંચ વિમાની સેવા ચલાવે છે. તો ચીન ભારત માટે 42 વિમાની સેવા ચલાવી રહી છે. અમારા સર્વેમાં જાણવા મળ્યું છે ભારત-ચીન વચ્ચે મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરે છે. જેનો ભારત વધુ લાભ ઉઠાવી શક્યું નથી.

આ પણ વાંચો : પાયલટ્સની અછતના કારણે 30 ઇંડિગોની 30 ફ્લાઇટ્સ થઈ રદ

ઇન્ડિગો એરબસથી 125 વિમાનો ખરીદશે
ઇન્ડિગોના અધિકારી વોલ્ટરે વધુમાં જણાવ્યું હતું કે અમારી આવનારી યોજનાને સફળ બનાવવા માટે એમે 125 
A321 નવા વિમાનો ખરીદશે. વર્ષ 2019માં એરબસ અમને 20 થી 25 વિમાનો આપશે. ભારતની એરવેઝ ઇન્ડિગો કંપન ભારતમાં સ્થાનીક હવાઇ સેવામાં કુલ 40% નો હિસ્સો ધરાવે છે.

indigo travel news