પાયલટ્સની અછતના કારણે 30 ઇંડિગોની 30 ફ્લાઇટ્સ થઈ રદ

Feb 12, 2019, 19:21 IST

ઇંડિગો એરલાઇન્સે પાયલટ્સની અછતને કારણે 30 ફ્લાઇટ્સ કેન્સલ કરી છે.

પાયલટ્સની અછતના કારણે 30 ઇંડિગોની 30 ફ્લાઇટ્સ થઈ રદ
ફાઇલ ફોટો

દેશભરમાં સસ્તી ફ્લાઇટ્સ ઉપલબ્ધ કરાવતી એરલાઇન્સ ઇંડિગોમાં પાયલટ્સની સમસ્યા હજુ પણ યથાવત છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મંગળવારે આ સમસ્યાના કારણે ઇંડિગોએ દેશભરમાં 30 ફ્લાઇટ્સ રદ કરી દીધી. તેના કારણે કથિત રીતે યાત્રીઓને છેલ્લા સમયે મોંઘા ભાવે હવાઇ ટિકિટ ખરીદવા માટે મજબૂર થવું પડ્યું.

સૂત્રોનું કહેવું છે કે દેશભરમાં આટલી મોટી સંખ્યામાં ફ્લાઇટ કેન્સલ થવા છતાંપણ ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન (ડીજીસીએ) તરફથી કોઇપણ પ્રકારની તપાસના કોઈ સંકેત નથી. ઇંડિગો અને ડીજીસીએને આ મામલે સવાલ પણ પૂછવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી.

સૂત્રોએ કહ્યું કે જે 30 ફ્લાઇટ્સ ઇંડિગોએ કેન્સલ કરી, તેમાંથી મોટાભાગની કોલકાતા, હૈદરાબાદ અને ચેન્નાઈની હતી. કોલકાતાથી 8, હૈદરાબાદથી 5, બેંગલુરૂ અને ચેન્નઈથી 4-4 ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી.

સૂત્રોએ આરોપ લગાવ્યો કે ઇંડિગો યાત્રીઓને છેલ્લી ઘડીએ વધુ મોંધા ભાવે ટિકિટ ખરીદવા માટે મજબૂર કરી રહી છે અથવા તો પછી કનેક્ટિંગ ફ્લાઇટનો વિકલ્પ આપી રહી છે, જેના કારણે યાત્રાનો સમય વધી રહ્યો છે.

આ પણ વાંચો: ટ્વિટરના CEOને 25 ફેબ્રુઆરીએ હાજર થવા માટે સંસદીય સમિતિ મોકલશે સમન

રવિવારે આપેલા એક નિવેદનમાં એરલાઇન્સે હવામાનને કારણે દેશભરમાં ફેલાયેલા પોતાના નેટવર્કમાં મુશ્કેલી આવવાની વાત કરી હતી. સોમવારે પણ ઇંડિગોએ 32 ફ્લાઇટ્સ કેન્સલ કરી દીધી હતી. આ ફ્લાઇટ દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ, બેંગલુરૂ અને હૈદરાબાદમાં કેન્સલ કરવામાં આવી હતી. દિલ્હી એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે રવિવારે એરલાઇન્સે 7 અને શનિવારે 15 ફ્લાઇટ્સ કેન્સલ કરી હતી.

Loading...

Tags

indigo
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK