NSEL કેસમાં બ્રોકરોની સામે આકરાં પગલાં લેવા માટે SFIOનું સરકારને સૂચન

03 January, 2019 08:13 AM IST  | 

NSEL કેસમાં બ્રોકરોની સામે આકરાં પગલાં લેવા માટે SFIOનું સરકારને સૂચન

NSELનો લોગો

NSEL પેમેન્ટ ક્રાઇસિસના કેસમાં હવે ટોચનાં બ્રોકરેજ હાઉસિસ સહિત કુલ 148 બ્રોકરો વિરુદ્ધ સિરિયસ ફ્રૉડ ઇન્વેસ્ટિગેશન ઑફિસ (SFIO)ની તપાસમાં ગંભીર ગેરરીતિઓ બહાર આવી હોવાથી હવે તેમને નૉટ ફિટ ઍન્ડ પ્રૉપર જાહેર કરવામાં આવે એવી શક્યતા વર્તાય છે.

SFIOએ કરેલા સૂચન બાદ હવે સિક્યૉરિટીઝ માર્કેટની નિયમનકાર સંસ્થા સેબી ટોચનાં નવ બ્રોકરેજ હાઉસિસ સહિતનાં કૉમોડિટી બ્રોકરેજ હાઉસિસને ફિટ ઍન્ડ પ્રૉપરની ચકાસણી હેઠળ લાવશે. એ તપાસ પૂરી થયા બાદ સેબી નર્ણિય લેશે કે આ બ્રોકરેજ કંપનીઓને કે તેમના પ્રમોટરો કે ડિરેક્ટરોને નૉટ ફિટ ઍન્ડ પ્રૉપર જાહેર કરવા કે નહીં. અહીં જણાવવું રહ્યું કે NSELના કેસમાં તપાસ કરવા માટે કૉર્પોરેટ અર્ફેસ મંત્રાલયે લ્જ્ત્બ્ને નવેમ્બર 2016માં આદેશ આપ્યો હતો.

SFIOએ સરકારને સૂચવ્યું છે કે લોકોને ગેરમાર્ગે દોરનારો વ્યવસાય કરવા બદલ 148 બ્રોકરેજ હાઉસિસને બંધ કરાવી દેવાની પ્રક્રિયા એણે શરૂ કરી દેવી. પ્રાથમિક દ્રષ્ટિએ એવું પણ લાગે છે કે એક્સચેન્જમાં ટ્રેડિંગ કરનારા મોટા બ્રોકરોએ સ્થાપેલી નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓએ મોટી રકમનું મની-લૉન્ડરિંગ કરવા માટે આ માધ્યમનો ઉપયોગ કર્યો હતો.

SFIOના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે બ્રોકરોએ મોટા પાયે ક્લાયન્ટ કોડ મૉડિફિકેશન કર્યું હતું અને પોતાના ક્લાયન્ટ્સને ઊંચા વળતરની લાલચે ર્પેડ કૉન્ટ્રૅક્ટમાં એટલે કે કૉન્ટ્રૅક્ટની જોડીઓ બનાવીને એમાં સોદાઓ કરાવ્યા હતા. કૉમોડિટીઝ માર્કેટની આંટીઘૂંટીઓ સમજાવ્યા વગર જ ક્લાયન્ટ્સને સોદાઓ કરાવવામાં આવ્યા હતા. તાજેતરમાં સરકારને સુપરત કરેલા અહેવાલમાં SFIOએ કહ્યું છે કે NSELના 148 મેમ્બર-બ્રોકરોએ ‘ગેરકાયદે લાભ’ લીધા હતા અને તેમના ક્લાયન્ટ્સને ‘ગેરકાયદે નુકસાન’ થયું હતું.

સેબીએ એપ્રિલ 2017માં પાંચ ટોચના બ્રોકરોને NSEL કેસમાં કથિત ગેરરીતિઓ બદલ નૉટ ફિટ ઍન્ડ પ્રૉપર કેમ જાહેર કરવા નહીં એવું પૂછતી કારણદર્શક નોટિસ મોકલાવી હતી.

SFIOની તપાસટુકડીએ NSELના 148 બ્રોકરો પાસે નોંધાયેલા કથિત 13,000 ક્લાયન્ટ્સને પ્રશ્નો પૂછ્યા હતા, પરંતુ એમાંથી માત્ર 7217 પાસેથી પ્રતિભાવ મળ્યા હતા. એમાંથી પંચાવન ટકા ક્લાયન્ટ્સે જણાવ્યું હતું કે ફ્લ્ચ્ન્ના ટ્રેડિંગ વિશેની જાણ તેમને બ્રોકરો પાસેથી તથા તેમના કર્મચારીઓ પાસેથી થઈ હતી. આ બ્રોકરોએ ફ્લ્ચ્ન્ના કૉન્ટ્રૅક્ટમાં આર્બિટ્રેજ કરીને ઊંચું વળતર પ્રાપ્ત કરી શકાય એવો પ્રચાર મોટા પાયે કર્યો હતો.

આ પણ વાંચોઃ દેશમાં પહેલીવાર થશે 3 બેંકોનું મર્જર, કેબિનેટે આપી મંજૂરી

તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે આશરે 83 ટકા ક્લાયન્ટ્સને કૉમોડિટી ટ્રેડિંગ શું છે અને એમાં કયા પ્રકારનું જોખમ રહેલું છે એના વિશે જાણકારી નહોતી.