IRCTCએ ટિકિટ બુકિંગ અને કેન્સલ કરવાના નિયમોમાં કર્યા ફેરફાર..

30 October, 2019 02:12 PM IST  |  મુંબઈ

IRCTCએ ટિકિટ બુકિંગ અને કેન્સલ કરવાના નિયમોમાં કર્યા ફેરફાર..

IRCTC

IRCTCએ રેલવે મુસાફરોને વધુ એક સુવિધા આપી છે. હવે અધિકૃત ટિકિટ બુકિંગ એજન્ટ પાસેથી બુક કરાવવામાં આવી રેલ ટિકિટોને ઓટીપીથી કેન્સલ કરાવી શકાશે. મુસાફરો હવે એજન્ટે બુક કરેલી ટિકિટને કેન્સલ કરાવી શકશે અને રિફંડ મેળવી શકશે. IRCTCએ જાહેર કરેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટિકિટ કેન્સલ કરાવવાની આ રીત ઑથોરાઈઝ્ડ એજન્ટ દ્વારા બુક કરાવવામાં આવેલી  ટિકિટ પર જ લાગૂ થશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓટીપી આધારિત રિફંડ પ્રક્રિયા ગ્રાહકોના હિતમાં સિસ્ટામમાં વધુ પારદર્શિતા લાવશે. આ સુવિધા સરળ છે. જે અંતર્ગત મુસાફરો એ જાણી શકશે કે એજન્ટ જે ટિકિટને કેન્સલ કરાવી રહ્યા છે તેના બદલે તેને ખરેખર કેટલા પૈસા રિફંડ તરીકે મળી રહ્યા છે.

આ નવી વ્યવસ્થા અંતર્ગત, જ્યારે પણ ગ્રાહક અધિકૃત એજન્ટના માધ્યમથી ટિકિટ કેન્સલ કરાવે છે તો તેના મોબાઈલ પર એક વન ટાઈમ પાસવર્ડ અને રિફંડની રકમની જાણકારી મળશે. મુસાફરે આ ઓટીપી એજન્ટને જણાવવો પજડશે જેણે ટિકિટ બુક કરાવી હતી.

IRCTCના એક અધિકારીએ જણાવ્યું કે એવા મામલા સામે આવ્યા છે કે એજન્ટ પોતાના મોબાઈલના માધ્યથી ટિકિટ બુક કરાવી શકે છે અને કેન્સલેશનની તમામ જાણકારી તેની પાસે આવે છે. એને તેઓ રિફંડની માહિતી ગ્રાહકોથી છુપાવીને તેમને નુકસાન કરે છે. જો કે હવે રિફંડની આ પ્રક્રિયા ઓટીપી પર આધારિત હશે તો ગ્રાહકોએ આ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે તેઓ પોતાનો નંબર આપી રહ્યા છે.

આ પણ જુઓઃ બેહદ ખૂબસુરત છે 'બિગ બૉસ 13'ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Himanshi Khurana

અધિકારીના અનુસાર, અધિકૃત એજન્ટના માધ્યમથી રોજ લગભગ 27 ટકા રેલવે ટિકિટ બુક કરાવામાં આવે છે. તેમાંથી 20 ટકા કેન્સલ કરવામાં આવે છે. નવી વ્યવસ્થાનો ઉદેશ એજન્ટ દ્વારા બુક કરાવવામાં આવેલી ટિકિટ કેન્સલ કરવાના રિફંડની પ્રક્રિયાને સરળ બનાવવાનું છે.

irctc western railway