ભારતનો આર્થિક વિકાસ દર 7 નહીં પણ 6.1 ટકા રહેશે: IMF

16 October, 2019 10:27 AM IST  |  વોશિંગ્ટન

ભારતનો આર્થિક વિકાસ દર 7 નહીં પણ 6.1 ટકા રહેશે: IMF

આઇએમએફ

વધુ એક અંતરરાષ્ટ્રીય એજન્સીએ ભારતમાં આર્થિક વિકાસ દર ઘટી રહ્યો છે કે ધીમો પડી રહ્યો છે એવી આગાહી કરી છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)એ આજે પોતાના વૈશ્વિક આર્થિક વિકાસના અંદાજ સાથે ભારતનો વિકાસ દર પણ ઘડ્યો હતો. અગાઉ, અઈમેફના અંદાજ અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિ દર ૭ ટકા રહેવાની ધારણા હતી જે હવે ઘટાડી ૬.૧ ટકા હેશે એવી જાહેરાત કરવામાં આવી છે. જોકે, આગામી વર્ષે વિકાસ દર સાથ ટકા રહેશે એવું એજન્સીએ જણાવ્યું હતું.

આઇએમએફે આજે વિશ્વનો આર્થિક વિકાસ દર પણ છેલ્લા એક દાયકામાં સૌથી નીચો ત્રણ ટકા રહેશે એવો અંદાજ પણ રજુ કર્યો હતો.

અગાઉ, રિઝર્વ બેન્કે ભારતનો આર્થિક વિકાસ દર ૬.૯ ટકાથી ઘટાડી ૬.૧ ટકા કર્યો હતો. એ પછી વર્લ્ડ બેન્કે પણ તે ૭.૫ ટકાથી ઘટાડી ૬ ટકા રહેશે અને ક્રેડીટ રેટિંગ એજન્સી મૂડીઝે તે ઘટાડી ૫.૮ ટકા રહેશે એવી જાહેરાત કરી હતી. આમ, આઇએમએફ આજે ભારતનો વિકાસ દર મંદ પડી રહ્યો છે એવી જાહેરાત કરનાર એજન્સીની યાદીઓમાં પોતાનું નામ જોડી દીધું છે.

ગત સપ્તાહે જ પોતાનો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ના વડા તરીકે હોદ્દો સંભાળતા ક્રિસ્ટાલિના જ્યોર્જિએવાએ આર્થિક મંદી અંગે ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક અર્થતંત્રમાં મંદી જોવા મળી રહી છે જેના કારણે વિશ્વના ૯૦ ટકા દેશોનો આર્થિક વિકાસ ધીમો રહેશે. આઇએમએફે વધુમાં જણાવ્યું હતું કે ભારત ઝડપથી વિકાસ પામતું અર્થતંત્ર હોવાથી વૈશ્વિક મંદીની સૌથી વધુ અસર ભારતમાં જોવા મળશે.

આઇએમએફ વડાએ ચેતવણી આપી છે હતી વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦ માટે વૈશ્વિક આર્થિક વ્યવસ્થાનો વરતારો એક જટિલ સ્થિતિ રજૂ કરે છે. જ્યોર્જિએવાએ જણાવ્યું છે કે અમેરિકા, જાપાન જેવા વિકસિત દેશોમાં આર્થિક પ્રવૃત્તિઓ મંદ પડી ગઇ છે.યુરોપમાં પણ આવી જ સ્થિતિ છે. બીજી તરફ ભારત અને બ્રાઝિલ જેવા દેશોમાં ચાલુ વર્ષે આર્થિક મંદી વધુ જોવા મળી રહી છે. ચીનનું અર્થતંત્ર પણ મંદી તરફ ધકેલાઇ ગયું છે.

આ પણ વાંચો : ફ્લિપકાર્ટ-ઍમેઝૉન સામે રીટેલ વેપારીઓએ કરેલી ફરિયાદની તપાસ કરવા સરકાર સહમત

મૂડીઝે ભારતનો વિકાસ દર ઘટવા માટે જણાવ્યું હતું કે ભારતમાં અનુભવી શકાય એટલી હદે અર્થતંત્ર ધીમું પડી રહ્યું છે જે ટકાઉ પરિબળોને આધારિત છે. ભારતમાં મૂડીરોકાણ ઘટવાથી વિકાસ દર ઘટ્યો હતો જેની અસર ગ્રાહકોની ખરીદી ઉપર પડી જેમાં ગ્રામ્ય ભારતમાં નાણાની તીવ્ર અછત અને નબળી રોજગારીનું સર્જન જેવા પરિબળો પણ હવે ઉમેરાયા છે.

business news