IMFના વડા કહે છે, અમેરિકા-ચીનની તંગદિલી વૈશ્વિક અર્થતંત્ર સામે જોખમી

08 May, 2019 11:45 AM IST  |  પૅરિસ | (એએફપી)

IMFના વડા કહે છે, અમેરિકા-ચીનની તંગદિલી વૈશ્વિક અર્થતંત્ર સામે જોખમી

ઇન્ટરનૅશનલ મૉનેટરી ફંડ (આઇએમએફ)ના વડા

ઇન્ટરનૅશનલ મૉનેટરી ફંડ (આઇએમએફ)ના વડાએ મંગળવારે જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન વચ્ચેની વેપારસંબંધી તંગદિલી વૈશ્વિક અર્થતંત્ર સામે મુખ્ય ખતરો છે.

સ્પક્ટપણે યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન વચ્ચેનો તનાવ વૈશ્વિક અર્થતંત્ર માટે જોખમી છે, એમ જણાવતાં ક્રિસ્ટીન લાગાર્ડે પૅરિસમાં એક કૉન્ફરન્સમાં પત્રકારોને કહ્યું હતું કે તાજેતરમાં અફવાઓ અને ટ્વિટ્સને કારણે બન્ને દેશો વચ્ચે સમજૂતી મુશ્કેલ બની ગઈ છે.

પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે સોમવારે ધમકી આપી હતી કે ચીનથી થતી આયાત પર ૨૦૦ અબજ ડૉલરની ટેરિફ લાદવામાં આવશે. શુક્રવારથી હાલની ૧૦ ટકા ટેરિફ વધારીને ૨૫ ટકા કરવામાં આવશે. તેમની આ ચીમકીથી વૈશ્વિક બજારોને આઘાત લાગ્યો હતો.

પૅરિસ ફોરમ ઇવેન્ટમાં બોલતાં ફ્રાન્સના નાણાપ્રધાન બ્રુનો લા મારેએ વિશ્વનાં બે સૌથી મોટાં અર્થતંત્રો વચ્ચેના વેપારયુદ્ધની અસર વિશે ચેતવણી આપી હતી.

તેમણે બન્ને પક્ષોને આગામી મહિનાઓમાં વૈશ્વિક વિકાસને ધીમો પાડનારા જોખમી નિર્ણયો ટાળવાનો અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચો : શૅર બજારની કમજોર શરૂઆત, સેન્સેક્સ 200 અંકથી વધારે તૂટ્યું

ચીને મંગળવારે જણાવ્યું હતું કે તેના ટોચના વેપાર વાટાઘાટકાર આ અઠવાડિયે તેના અમેરિકન સમકક્ષો સાથે વાટાઘાટો માટે યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાત લેશે.

business news